________________
૧૦.
પવિત્રતાને પંથે
- પ્રાચીન સમયમાં યુદ્ધના પ્રસંગે જે કંઈ પણ મનુષ્ય મુખમાં ઘાસનું તરણું લે તે સામે પ્રબળ શત્રુ તેને જીવતા મૂકતે હતે. કારણ કે મુખમાં તરણું લેનાર મનુષ્ય પશુ જેવો છે, માટે તેને શું મારે? તો પછી તૃણ ખાઈને જ જીવનારા, ઝરાનું નિર્મળ જળ પીને તૃષા શમાવનારા નિર્દોષ પશુઓની હિંસા શિકાર કે મજશેખ નિમિત્તે કરવી અને વર્તમાનપત્રોમાં તે બહાદુરીનાં કાર્યો હોય તેમ તેનાં લાંબાં વર્ણન છપાવવા એ જ સૂચવે છે કે આપણા સમાજનું અંતઃકરણ આ બાબતને દેષરૂપ ગણવા જેટલું ખીલ્યું નથી.
કેવળ શરીરથી જ હિંસા થાય છે એમ નથી. વચન અને મનથી પણ આપણે હિંસા કરીએ છીએ. વચન ઉપર સંયમ નહિ રાખવાથી આપણે ન બોલવાનું બોલીને સામી વ્યક્તિના જીવને દુઃખ આપીએ છીએ. શારીરિક ઘા કરતાં પણ વચનના ઘા કેટલીક વાર વધારે અસહૃા નીવડે છે, અને તેને લીધે કેટલાંએક ઓશીકાં આંસુઓથી ભીંજાતાં હશે, તેને તે વચને બેલનારને કયાં ખ્યાલ હોય છે ? જીભમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. વાણમાં ઘાયલ કરવાની શક્તિ છે અને ઘા રૂઝવવાની શક્તિ પણ છે, માટે હિંસાના પાપથી બચવા ઈચ્છનારે વાણમાં મીઠાશ રાખવી.
કવિ બાલાશંકર કહે છે કેકટુ વાણી સુણે જો તું, મીઠી વાણુ સદા કહેજે; પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
જેનશાસ્ત્રમાં જે પાંચ સમિતિએ કહેલી છે તેમાં એક ભાષાસમિતિ છે. ભાષાસમિતિ જણાવે છે કે–વાણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org