________________
મિથ્યાત્વશલ્યવિરમણ
૧૨૭
પણ અસત્ય કહ્યું છે. એટલા માટે પચ્ચ, હિત અને મિત એ ત્રણ વિશેષણવાળું સત્ય બલવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. તે “સત્ય સત્ય જ નથી કે જે બેલવાથી અન્ય જીવને ખેદ થાય” તેથી તેવું વચન બેલવું નહીં.
૨. કલહ–આ બારમું પાપસ્થાનક છે. કલહથી જીવો પિતાપણાને ભૂલી જાય છે અને બેલવામાં વિવેક રાખી શક્તાં નથી. એટલું જ નહીં પણ પછી સત્યાસત્ય બોલવાને વિવેક પણ સાચવી શકતાં નથી. એટલે આ પાપસ્થાનકનું મૃષાવાદપણું સ્વતઃ સિદ્ધ છે.
૩. અભ્યાખ્યાન–એટલે બીજાને કલંક આપવું તે. સાચી વાત પણ જે અન્યને કલંકરૂપ થાય તેવી હોય અને તે જે પૂરી ખાત્રી કર્યા વિના બેલાય તે તે પણ કલંકરૂપ છે. આ પાપસ્થાનકની ટેવ પડ્યા પછી ખોટું કે સાચું કલંક આપવું તેને નિયમ રહેતો નથી. તેથી એમાં મૃષાવાદપણું આવી જવાને અત્યંત સંભવ છે.
૪. પૈશુન્ય –ચાડી ખાવી તે. કેઈની ગુપ્ત રાખવા જેવી હકીક્ત કે જે બહાર પડવાથી તેની અપકીર્તિ થાય અને બીજા પ્રકારે પણ હાનિ થાય તે તેના વિરોધીને કહેવી તેનું નામ ચાડી ખાવી કહેવાય છે. આમાં સાચા ખોટાની વિવક્ષા જ કરવાની નથી. એ ચાડી તે સામા માણસને દુઃખ ઉપજાવવા અથવા હાનિ કરવા માટે જ ખવાતી હેવાથી મૃષાવાદરૂપ જ ગણવાની છે, એટલે એનું મૃષાવાદપણું સિદ્ધ જ છે..
૫. પરપરિવાદ– પારકી નિંદા કરવી તે. આમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org