________________
૧૨૮
:
પવિત્રતાને પંથે
-
'
પારકા ગુણ ગ્રહણ ન કરતાં એના દોષ જ ગ્રહણ કરવાપણું હેય છે. કેટલીક વખત શ્રેષબુદ્ધિને કારણે ગુણને પણ દેષરૂપે જોવાય છે અને તેને નિંદારૂપે કહેવામાં આવે છે. આવી ટેવ જે મનુષ્યને પડી હોય છે તે બીજાના ગુણ જોઈ શકો નથી, એટલું જ નહીં પણ સાંભળી પણ શક્તો નથી. તેની પાસે જે કોઈ અન્યના ગુણાનુવાદ કરે તે તે દૂધમાંથી પુરા કાઢવાની જેમ તેમાંથી દેષ શોધી કાઢે છે. કહ્યું છે કે “દેષ નજરથી નિંદા હેવે, ગુણ નજરે હેય રાગ. એટલે ગુણને દોષ જોવામાં–શેઘવામાં આપણી નજર જ કામ કરે છે. આવી ટેવવાળાને મોટી હાનિ તે એ થાય છે કે એનામાં કઈ પણ ગુણ ટકી શક્તો નથી. એની દષ્ટિ જ બદલાયેલી રહે છે એટલે આમાં પિતાથી જ પિતાને આત્મા ભારે થાય છે એટલે તેને પ્રગટપણે મૃષાવાદ કહી શકાય તેમ છે.
૬. માયામૃષાવાદ–આમાં તે મૃષાવાદ પ્રગટપણે જ કહેલ છે, પણ તેમાં માયા શબ્દ વધારે છે, તેથી શાસ્ત્રકાર તેને વઘારેલા વિષ જેવું કાતીલ વિષ કહે છે. એને વકેલા વાઘના બાળકની અને અવળા પકડેલા શસ્ત્રની ઉપમા આપી છે કે જેથી આત્માને પારાવાર હાનિ થાય છે.
ઉપર પ્રમાણે છે પાપસ્થાનક મૃષાવાદને લગતાં જ છે. તે સંબંધમાં મુખ્ય તે વાણી વ્યાપાર છે, પરંતુ તેને ઉભવ અંત:કરણની મલિનતામાંથી થાય છે એટલે તે સર્વથા ત્યાજ્ય છે. એમાં કાયવ્યાપારની ગણતા છે, વાણુંવ્યાપાર મુખ્ય છે.
-- સમાસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org