________________
પરિગ્રહવિરમણ
૨૯
ભારના વધવાથી જેમ વહાણુ દરિયામાં ડૂબતું જાય છે તેમ પરિગ્રહની અનેક વસ્તુઓ ઉપરની આસક્તિને લઇને મનુષ્યનું મન તેને વધારે મેળવવામાં, મળેલાનું રક્ષણ કરવામાં તથા મેળવેલી વસ્તુઓના નાશ ન થાય તે સંબંધી ચિંતા કરવામાં મગ્ન રહે છે, અને આ રીતે રાતદિવસ ચિંતા કરવામાં તેના સમય પસાર થાય છે, છેવટે ખાલી હાથે આવ્યે હતા તેમ ખાલી હાથે ચાલ્યે જાય છે, માટે મનુષ્યાએ પેાતાના મન સાથે ઉપર જણાવેલી નવ વસ્તુએના સબંધમાં નિયમે લેવા, તે પેાતાની નધપેાથીમાં ઉતારી લેવા, અને તે કરતાં કાંઇપણ વધે તેા તેને સન્માર્ગે વ્યય કરવા. ધન વિશેષ મળતાં પેાતાના નિયમેાના જુદા અર્થ કરવા એ મહાત્ દોષ છે. પરિગ્રહનું પરિમાણુ કરવાના હેતુ એ છે કે કેાઈ જીવ પેાતાને ઇષ્ટ વસ્તુઓ અને સામગ્રીઓ પ્રાપ્ત કરી કાંઇક અંતર્મુખ થાય, તૃષ્ણાને આછી કરે અને જીવનના શે ઉદ્દેશ છે તે સમજી તે પ્રમાણે વર્તે. આવા નિયમથી તેને ઘણા એજો આછે. થઈ જાય છે.
આ પરિગ્રહનુ મુખ્ય સ્વરૂપ વસ્તુઓ પ્રત્યે આસક્તિ રાખવી તે છે. કેટલીક વસ્તુએ વિના તા સાધુઓને પણ ચાલે નહિ; તેા પછી ગૃહસ્થાશ્રમીઓને તા તે વસ્તુઓની ચાક્કસ જરૂર પડે, ત્યારે મનુષ્ય અપરિગ્રહી કેમ થાય ? તેના જવાબ શાસ્ત્રકાર એમ આપે છે કે પરિગ્રહનું મૂળ તે તે વસ્તુઓ પ્રત્યેની મૂર્છા-આસક્તિભાવ છે.
मूच्छा परिग्गहो वृत्तो नातपुत्त्रेण तायिना || જગતનું રક્ષણ કરનાર મહાવીર પ્રભુએ સૂતિન
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International