Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 59
________________ માનવિરમણ થત હોય તો વિચારવું કે આપણું બળ ઘણા પશુઓના બળ કરતાં પણ ઓછું છે. આપણે નિબળતાઓને પાર નથી. અને આપણું આ શારીરિક બળ કયે વખતે ઘટશે તે કોણ જાણે છે ? તે પછી તે સંબંધી મદ કરે એ કેમ વાજબી ગણાય? ધનમદ યા લાભમદ–આ મદ પણ અયોગ્ય છે, કારણ કે પોતાના કરતાં બીજા વિશેષ ધનાઢ્ય લેકે જગતમાં વસે છે. અને જો સોનાથી મનુષ્યને મદ થતું હોય તે સોનાની ખાણે આગળ તેનું સોનું શા હિસાબમાં છે? અને લક્ષ્મી ચંચળ સ્વભાવની હોવાથી કયે વખતે ચાલી જશે તે કણ કહી શકે તેમ છે? આપણે અનેક મનુષ્યના સંબંધમાં દશાના વારાફેરા જોઈએ છીએ, તે પછી તે સંબંધમાં અભિમાન કરવાનું કોઈ કારણ નથી. જ્ઞાનમદ–વિદ્યામદ અથવા જ્ઞાનમદ. એ સિાથી ભયંકર મદ છે. બધા મદને આપણે જ્ઞાનથી–સમજણથી દૂર કરી શકીએ, પણ જ્યાં જ્ઞાનને જ મદ થાય, વાડ જ ચીભડાં ચોરે, પોતાની માતા જ ઝેર આપે ત્યાં સ્થિતિ ઘણી શોચનીય છે. જેરેમી ટેલર લખે છે કે – Our learning is then best when it teaches most humility, but to be proud of learning is the greatest ignorance in the world. જે જ્ઞાન આપણને નમ્ર બનાવે છે તે જ્ઞાન ઉત્તમ છે, પણ પિતાના જ્ઞાન વિષે અભિમાન કરવું એ દુનિયામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136