________________
પવિત્રતાને પથે
સંતોષવૃત્તિ ન રાખી શકતા હે તે જે કાંઈ ધન વધારાનું લાગે તેને પોપકારાર્થે સદુપયોગ કરો, કારણ કે પરોપકાર કરવા જતાં ધન પ્રત્યેની આસક્તિ ઓછી થવા લાગશે માટે પરોપકાર અથવા સંતેષ ખીલ. આ સંબંધમાં કવિ શેકસપીઅર લખે છે કે – My crown is in my heart, not on my head Not decked with diamonds and Indian stones Nor to be seen, my crown is called content A crown it is that seldom kings enjoy.
મારો મુગટ મારા મસ્તક ઉપર નહિ પણ મારા હૃદયમાં છે. તે હીરાથી કે પુખરાજથી જડેલે નથી. તે કેઈથી દેખી શકાતો નથી. તે મુગટનું નામ સંતોષ છે. મારે મુગટે રાજાઓના ઉપગમાં ભાગ્યેજ આવે છે.
મનુષ્ય પોતાના આત્માના ગુણે ખીલવવાના સંબંધમાં ભલે અસંતોષ રાખે, પણ બાહ્યા સમૃદ્ધિના સંબંધમાં તે અમુક સ્થિતિએ-હદે સંતેષ રાખે, પરિગ્રહનું પરિમાણ કરે તો જ શાંતિ અનુભવી શકે, માટે આત્મશાંતિના ઈચ્છક, જાએ પોતાના પરિગ્રહનું પરિમાણ કરીને લેભવૃત્તિ, પર જય મેળવવો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org