________________
પવિત્રતાને પંથે
જે પાપ કરીએ છીએ તેમાં મોટામાં મોટું અભ્યાખ્યાન છે, તે વડે આપણે બીજાના ચારિત્રની ચોરી કરીએ છીએ.
આ અભ્યાખ્યાન અથવા બીજાને આળ દેવાની વૃત્તિ શા કારણથી અને કેવી રીતે ઉદભવે છે? તેને આપણે વિચાર કરીએ. કેઈ મનુષ્ય સામાન્ય રીતે બીજા મનુષ્યને હલકા ગણે છે, એટલે તેમનું ઘસાતું બોલવું, એ તેને કાંઈ ખોટું કે ભૂલભરેલું લાગતું નથી. તે માને છે કે બીજાને હલકા પાડવાથી પોતાની પ્રતિષ્ઠા વધશે. તેને બીજાના ગુણે અથવા શક્તિઓ પ્રત્યે ઈર્ષ્યા આવે છે અને તે પિતાની ઈર્ષ્યા ઘણું વાર બીજા પર ખોટા આરોપ મૂકીને પ્રકટ કરે છે. તેનામાં પ્રદ ગુણને અભાવ હોય છે. વળી મનુષ્યને બીજા ઉપર દેષ મૂકવામાં અથવા બીજાના દોષે વર્ણ વાતા હેય તે તે સાંભળવામાં રસ આવે છે. આ રસ ઘણું જ હલકા પ્રકાર છે. અને જે મનુષ્યને આવા બીજાઓના ચારિત્ર પર મૂકાતા આક્ષેપ સાંભળવામાં રસ પડતો હોય તે જીવાત્માને પિતાના વિકાસ વાસ્તે ઘણું કરવાનું છે. કેટલાકને સમયનો શી રીતે સદુપયોગ કરે તે સુઝતું નથી અને તેથી તેઓ આ પ્રમાણે બીજાઓની બદબઈ કર્યા કરે છે. પિતાના આ કર્તવ્યનું કેવું માઠું પરિણામ આવશે, તેની તે બિચારાઓને ખબર પણ હોતી નથી, પણ આ અભ્યાખ્યાન–અથવા બીજા પર ખાટું આળ ચડાવવું–એ ઘણું જ મોટે દોષ છે.
તેનાં પરિણામને જે આપણે વિચાર કરીએ તે જરૂર આપણને લાગે કે જ્યાં મનુષ્યના ચારિત્ર ઉપર આક્ષેપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org