________________
૧૨૪
પવિત્રતાને પથે પ્રવૃત્તિ કરનાર બાવા, જેગી, સાધુ, સંન્યાસી વગેરે કુલિંગધારીઓને ગુરુ તરીકે માનવા તે.
૩. લેકિક પર્વગત મિથ્યાત્વ–હાળી, બળેવ, નવરાત્રિ વગેરે અનેક મિથ્યાત્વીઓનાં પર્વને પર્વ તરીકે માની તેનું આરાધન કરવું તે.
૪. લોકોત્તર દેવગત મિથ્યાત્વ–કેર દેવ વીતરાગ સર્વદેષવિમુક્ત તેની આ લેકના સુખને માટે, પુત્રાદિની, ધનાદિકની, સ્ત્રી વગેરેની પ્રાપ્તિની ઈચ્છાએ ભક્તિ કરવી અથવા માનતા કરવી તે. - પ. લોકેત્તર ગુરુગત મિથ્યાત્વ-પંચમહાવ્રતધારી, સંસારથી વિરક્ત શુદ્ધ મુનિમહારાજની આ લેક સંબંધી પૂર્વોક્ત સુખાદિકની પ્રાપ્તિ માટે ભકિત કરવી તે અથવા પાસસ્થા, દુરાચારી અને માત્ર યતિવેશધારીને ગુરુ તરીકે માનવા ને તેની ભકિત કરવી તે.
૬. લેકેજર પર્વગત મિથ્યાત્વજ્ઞાન પંચમી, મન એકાદશી, પિસ દશમી, પર્યુષણાદિ પર્વોનું આરાધન અથવા આંબિલ, ઉપવાસાદિ તપ આ લોકના સુખની ઈચ્છાએ તે તે પર્વાદિકને દિવસે કરવો તે.
આ છ પ્રકારો પૈકી પાછલા ત્રણ પ્રકારના મિથ્યાત્વ ધમી કહેવાતા માણસો-શ્રાવક, શ્રાવિકાઓ પણ સેવે છે, પરંતુ તે પરિણામે બહુ હાનિકારક છે; તેથી ઉત્તમ છાએ ઈહલેક સંબંધી પગલિક સુખની વાંછા તજી દઈને માત્ર મોક્ષસુખની ઇચ્છાએ જ શુદ્ધ દેવ,ગુરુનું ને કાર પર્વનું આરાધન કરવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org