________________
૧૨૨
પવિત્રતાને પગે
...
અથવા મુકત જે સર્વ કર્મોને ખપાવી મેને પ્રાપ્ત થયેલા છે તેને અમુક્ત માનવા અને અમુત-જે હરિહરાદિ-ખરી મુક્તિને નહીં પામેલા–સંસારમાં જન્માદિ ધારણ કરવાવાળા તેમને મુક્ત માનવા તે.
આ દશ પ્રકારના મિથ્યાત્વ સંજ્ઞાને આશ્રીને છે. હવે મિથ્યાત્વના બીજા મુખ્ય પાંચ ભેદે કહે છે –
૧. અભિગ્રહિક–પિતપોતાના મતનો આગ્રહ–અમે ગ્રહણ કર્યો છે તે ધર્મ જ સાચે છે, બીજા બધા ખેટા છે એમ માનવું છે. એ આગ્રહ જેનધમીને જૈન ધર્મ પ્રત્યે હોય તો તે મિથ્યાત્વ ગણાતું નથી, પરંતુ ત્યાં આગ્રહ હતો જ નથી. ત્યાં તે જે સર્વ દેષ રહિત હોય તે દેવ, જે કંચનકામિનીના ત્યાગી તથા ગુરુના ગુણેથી સંયુક્ત હોય તે ગુરુ અને જે દયાસંયુક્ત હોય તેમ જ અધર્મના કોઈ પણ પ્રકારને જેમાં સમાસ ન હોય તે ધર્મ. આમ ખુલ્લી માન્યતા હોય છે. ત્યાં અમુક જ દેવ, અમુક જ ગુરુ એ પેટે આગ્રહ હેત નથી–તેને તે ગુણની સાથે જ સંબંધ હોય છે.
૨. અનભિગ્રહિક–બધા ધર્મ સારા, બધાને માનીએ, કોઈને નિદીએ નહીં, બધા દેવને પગે લાગીએ, બધા ગુરુની ભક્તિ કરીએ, આવી મૂઢતાવાળી માન્યતા તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે; કારણ કે તેને સુવર્ણ કે લેહની પરીક્ષા જ કરતા આવડતી નથી અને ગેળ ખેળ બનેને તે સરખાભક્ષ્ય માને છે.
૩. આભિનિવેશિક–આમાં સત્ય માર્ગ જાણ્યા છતાં કઈ પ્રકારને આગ્રહ બંધાઈ જવાથી અસત્ય માર્ગની-અસત્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org