________________
૧૨૦
પવિત્રતાને પથે જઈએ છીએ તેમ જ્ઞાની-સર્વજ્ઞ મહાત્માઓ-તીર્થકરેનાં વચને પર શ્રદ્ધા રાખી તેમનાં વચન પ્રમાણે આપણું જીવન ગાળી આપણે પણ આત્મશ્રેય સાધી શકીએ. તેઓ નિષ્કારણ જગદુબંધુ હતા. તેમને અસત્ય બોલવાનો હેતુ ન હતો. તેઓનું ઉચ્ચ અને પરોપકારી જીવન જ આ બાબતની સાક્ષી પૂરે છે. અને જે આપણે તેમના કહ્યા પ્રમાણે વર્તવા માંડીએ તે અહીં ને અહીં આપણને તેમના વચનની સત્યતા જણાઈ આવે છે, તે પછી જે બાબતમાં આપણું મતિ કામ ન કરતી હોય, તેવી બાબતમાં તેમના વચન પર શ્રદ્ધા રાખી વતીએ તે લાભ થવાને માટે સંભવ છે. જે કામ આપણું નૈતિક ભાવના કે અંતઃકરણ વિરુદ્ધ હોય તેવું કાર્ય ગમે તેવો મહાપુરુષ કહે તે પણ આપણે કરવાનું નથી, પણ જ્યાં ધર્મોનાં સત્ય પર શ્રદ્ધા રાખવાથી બળ, ઉત્સાહ, ઉગ્રતા અને સમભાવ પ્રકટ થતાં હોય ત્યાં તેવી શ્રદ્ધા રાખવી એ વાજબી છે.
શ્રદ્ધાથી માનેલી સત્ય વાતે ધીમે ધીમે આપણે અનુભવજ્ઞાનમાં આવે છે અને પછી દઢ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સાચી શ્રદ્ધા થયા પછી મિથ્યાત્વનું શલ્ય (તીર) હૃદયમાંથી હમેશ માટે ચાલ્યું જાય છે અને આપણે પણ જેશપૂર્વકશક્તિપૂર્વક આપણા ખરા ઉદ્દગારો કાઢી શકીએ છીએ, પછી આપણને સમ્યગ્દર્શન થશે અને આપણું જીવન તદ્દન બદલાઈ જશે. આ મિથ્યાત્વ–અજ્ઞાન ગયું અને સત્ય તત્ત્વ પર શ્રદ્ધા ઉત્પન્ન થઈ એટલે બીજાં પાપસ્થાનકને ત્યાગ કરવાનું કામ ઘણું સુગમ થાય છે. અને આપણું પૂર્વનાં કર્મ ઘણુ નિબિડ (તીવ્ર) હોય તે અલ્પ સમયમાં આપણે આત્મકલ્યાણ કરી શકીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org