________________
૧૧૮
પવિત્રતાને પથે
કવિએ કહ્યું છે કે અજ્ઞને સુખે આરાધી શકાય છે અને વિશેષજ્ઞને તે તેથી વધારે સુખે આરાધાય છે, પરંતુ દુર્વિદગ્ધ મનુષ્યને તે કઈ રીતે સમજાવી શકાતું નથી.
તત્વવિદ્યા ઉપર શ્રદ્ધા એનું નામ જ સમ્યગદર્શન, એમ જૈનશાસ્ત્રકારે કહે છે. જ્ઞાન અને ચારિત્રની વચ્ચે આ શ્રદ્ધાના આંકડાની ખામી જ્યાં ત્યાં દષ્ટિગોચર થાય છે. કેટલાક મનુષ્ય જાણે પણ તે પ્રમાણે વતી શકતા નથી, કારણ કે તેના દિલમાં તે જ્ઞાન વિષે પૂર્ણ શ્રદ્ધા હતી નથી. જ્યાં શ્રદ્ધા આવી એટલે તે પ્રમાણે અવશ્ય કાર્ય થવાનું. કદાચ મનુષ્ય પોતાના જ્ઞાન પ્રમાણે આચરણ ન કરી શકે, પણ જે તેને તે જ્ઞાન પર શ્રદ્ધા હોય તો વહેમોડે તે પ્રમાણે વર્તવાને. આ જ્ઞાન તે Right belief–સાચી શ્રદ્ધા છે. તેટલા વાતે કહેવામાં આવ્યું છે કે-રાત્રિ સિનિત ચારિત્રથી ભ્રષ્ટ થયેલા પણ સિદ્ધિ પામે, અર્થાત્ અત્યારે પિતાની માન્યતા પ્રમાણે જ આચરણ ન રાખી શકતા હોય, છતાં જે તેમની માન્યતા સત્ય હોય તે ધીમે ધીમે તેમની માન્યતા કાર્યમાં ઉતરશે અને તેઓ ઈષ્ટસિદ્ધિ કરી શકશે. પણ જે મનુષ્ય સત્ય શ્રદ્ધાથી ડગે તો તે સર્વથા ડગ્ય સમજ, તેની સિદ્ધિ થતી નથી. આ બાબત પર જેનશાસ્ત્રકારે ઘણે ભાર મૂકે છે અને તે વ્યાજબી પણ છે. સચ્ચરિત્રનું મૂળ સતશ્રદ્ધા છે અને તેનું મૂળ સજ્ઞાન છે, માટે જ કહેવામાં આવ્યું છે કે તને યથાર્થ સમજી તે પર શ્રદ્ધા રાખો અને જ્યાં સજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મિથ્યાત્વ ચાલ્યું જશે, હૃદયમાં અપૂર્વ બળ આવશે, કારણ કે અજ્ઞાન જતાં જીવને આત્માના અસ્તિત્વ પર, આત્માના અમરત્વ પર, કર્મના નિયમ પર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org