________________
૧૧૯
મિથ્યાત્વશલ્યવિરમણું પુનર્જન્મના સિદ્ધાંત પર, સાધુઓ, ઉપાધ્યાયે, આચાર્યો, અહંતે, સિંદ્ધો:પર તથા પોતાનામાં રહેલા અપૂર્વ બળ પર વિશ્વાસ આવશે-શ્રદ્ધા પ્રકટશે; પછી સર્વ મુશ્કેલીઓ દૂર થશે. આમાના બલુનમાં શ્રદ્ધાને પવન ભરાશે, પછી નજીવી દેરીઓ તૂટતાં વાર લાગશે નહિ અને બલુન પિતાને ઊંચે ઊડવાને માર્ગ લેશે, માટે જ કહેવામાં આવે છે કે સમ્યગદર્શન થતાં–ત પર પૂર્ણ શ્રદ્ધા થતાં જીવને ઘણે માર્ગ કપાઈ જાય છે અને તેને પાછા પડવાનું ભાગ્યેજ થાય છે. તે જીવ હવે નિર્વાણ સુધી વહેતા ઝરામાં પગ મૂકે છે. ત્યાંથી આગળ વધ્યા કરે છે. શ્રદ્ધા પર્વતને પણ હલાવે છે. શ્રદ્ધા એ પરમબળ છે. શ્રદ્ધા એટલે દૃઢ નિશ્ચય. મનુષ્યને જ્યાં સત્ત પર શ્રદ્ધા થઈ એટલે તેનું જીવન ઉન્નત થયા વિના રહેતું નથી. શ્રી હરિભદ્રસૂરિએ ધર્મબિન્દુમાં કહ્યું છે કે
राजदण्डभयात्पापं, नाचरत्यधमो जनः। परलोकभयाद्मध्यः, स्वभावादुत्तमो जनः॥१॥
અધમ પુરુષ રાજદંડના ભયથી પાપકર્મ કરતું નથી, મધ્યમ પ્રકારનો મનુષ્ય પરલકના ભયથી ખોટું કામ કરતો નથી અને ઉત્તમ પુરુષ તે સ્વભાવથી જ તેવા કામથી અલગ રહે છે. જે ઉત્તમ પુરુષ છે તે તો જ્ઞાનદષ્ટિથી પિતાનાઆત્માના સ્વભાવને સમજે છે અને પાપકર્મ કરતું નથી, પણ મધ્યમ પ્રકારને મનુષ્ય જે તેને ધર્મનાં તો પર શ્રદ્ધા હોય તો પાપકર્મ કરે નહિ. પરભવમાં અશુભ કાર્યોનાં અશુભ ફળ ભેગવવાં પડશે, એવી તેને પૂર્ણ પ્રતીતિ હોય તો તેનાથી ખાટાં કામ થાય જ કેવી રીતે? કેપ્ટન પર શ્રદ્ધા રાખી આપણે વહાણુમાં બેસી સમુદ્રને ઓળંગી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org