________________
મિથ્યાત્વશલ્યવિરમણ
૧૨૭
તે અસદૃવસ્તુને સદૃવસ્તુ તરીકે માની લેય છે. આનું નામ મિથ્યાત્વ અથવા અસત્ય જ્ઞાન. આ મિથ્યાત્વ જ્ઞાનથી નાશ પામે છે. સત્ય વસ્તુ જાણતાં મનુષ્ય અસત્યને ત્યાગ કરે છે. મહાવીર પ્રભુ પાસે જે દ્વિ–બ્રાહ્મણે દીક્ષા લઈ ગણધર થયા તે સર્વને જ્ઞાન નહોતું એમ નહિ, જ્ઞાન તે હતું, પણ તેમાં કેટલાક દેષ હતા; તેઓ જ્ઞાનનું સત્ય તત્વ જાણવા આતુર હતા તેથી સત્ય જ્ઞાન મળતાં તેઓએ પિતાને અજ્ઞાનવાળે મત છોડી દીધે, માટે મિથ્યાત્વ અથવા અજ્ઞાન દૂર કરવાને સારો ઉપાય સજ્ઞાન છે. લોકોને સદ્દજ્ઞાન આપવામાં આવે તે ઘણું જ પિતાની ભૂલે સુધારવા તૈયાર હોય છે.
ઈંગ્લાંડમાં એક એવું વિચારક પક્ષ છે કે જે પિતાને Agnostic કહેવરાવે છે. તેને અર્થ “અજ્ઞાનવાદી” એ થાય છે. તેઓ કહે છે કે “અમને અમુક બાબતના પુરાવા આપે, એટલે અમે તે વાત માનવાને તૈયાર છીએ.” આવા મનુષ્ય જ્ઞાનની જિજ્ઞાસુ કહેવાય, અને તેમને જ્ઞાન આપવામાં આવે છે તે પિતાની ભૂલ ક્યાં છે? તે સમજી તે દૂર કરવા પ્રયત્ન કરે. પરંતુ કેટલાક એવા મનુષ્યો હોય છે કે-જેઓ દુરાગ્રહી હોય છે. તેમને સમજાવવાનું કામ ઘણું કઠણ છે. તેઓ પ્રથમ પકડેલી વાતને કદાપિ મૂકતા નથી. तातस्य कूपोऽयं इति ब्रुवाणाः क्षारं जलं कापुरुषाः पिबन्तिઆ બાપને કૂવે છે, એમ કહી કાયર પુરુષે બીજે મિષ્ટ જળ મળતું હોય છતાં ખારું જળ પીએ છે. તેમનામાં વિવેકશક્તિ હેતી નથી. એ તે સમય જતાં દુઃખ પામીને જ્ઞાન પ્રાપ્ત કરે. દુરાગ્રહીને સુધારવાનો બીજો માર્ગ જ નથી. એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org