________________
પ્રકરણ ૧૮ મું મિથ્યાત્વશલ્યવિરમણ
આ મિથ્યાત્વશલ્ય એ અઢારમું અને છેલ્લું પાપસ્થાનક છે. તે છેલ્લું છે. પણ સૌથી પ્રથમ સ્થાન ભેગવે તેવું છે. ઉપાઠ યશવિજયજી કહે છે કે–ત્રાજવામાં એક બાજુ સત્તર પાપસ્થાનક મૂકે ને એક બાજુ આ ૧૮મું મૂકે તો આ વધે તેમ છે. તેનો અર્થ એ થાય છે કે મનુષ્યના હૃદયમાં જ્યાં સુધી મિથ્યાત્વરૂપી વિષ પ્રવેશેલું હોય છે ત્યાં સુધી તે મનુષ્ય કઈ પણ કામ તથાવિધ ભાવથી કરી શકતો નથી. મિથ્યાત્વ એટલે સત્યને અસત્ય માનવું અથવા અસત્યને સત્ય માનવું તે. મિથ્યા એટલે જૂ ડું. વસ્તુને વસ્તુસ્વરૂપે ઓળખવી તે જ્ઞાન અને વસ્તુને અવસ્વરૂપે ઓળખવી તે મિથ્યાત્વ છે. સાધુને અસાધુ તરીકે અને અસાધુને સાધુ તરીકે, માર્ગને ઉન્માર્ગ તરીકે અને ઉન્માર્ગને માર્ગ તરીકે, ધર્મને અધર્મ તરીકે અને અધર્મને ધર્મ તરીકે–ટૂંકમાં વસ્તુને અવળે રૂપે સમજવી એ સર્વ મિથ્યાત્વ છે. જ્યાં સુધી મિથ્યાત્વ અથવા અજ્ઞાન હોય ત્યાં સુધી સભાવ સંભવે નહિ અને અસદજ્ઞાનરૂપી વિષ હૃદયમાં પેઠું હોય ત્યાં સુધી અનેક પ્રકારની શંકાઓ અને પ્રશ્નો થયાં કરે છે. તેવી સ્થિતિમાં મનુષ્ય ૯૮ નિશ્ચયથી કાંઈ પણ કામ કરી શકે નહિ અને શ્રદ્ધાપૂર્વકના જ્ઞાન વિના ચારિત્ર સંભવી શકે જ નહિ. આ મિથ્યાત્વ ઉત્પન્ન થવાનાં બે મુખ્ય કારણે છે: એક અજ્ઞાન અને બીજું દુરાગ્રહ.
જે મનુષ્યને રૂપાનું જ્ઞાન ન હોય તે ચળકતી છીપને રૂપા તરીકે માની લે છે, જેને સાચા હીરાનું જ્ઞાન ન હોય તે પુખરાજને હીર ગણું લેય. તેમ સવસ્તુનું જ્ઞાન જીવને ન હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org