________________
માયામૃષાવાદવિરમણ
૧૧૫ તૈયાર થયો પણ ધર્મબુદ્ધિએ તેને તેમ કરતાં વાર્યો. રાજા વગેરે ધર્મબુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. માયામૃયાવાદ આ ભવમાં પણ દુઃખ આપે છે.
હવે માયામૃષાવાદ તજવાને સૌથી શ્રેષ્ઠ ઉપાય સત્ય અને સરલતા છે. જો કે સત્યવાદી અને સરલ મનુષ્યોને પ્રારંભમાં કદી દુઃખ પડે, કેટલીક અડચણામાંથી પસાર થવું પડે, પણ અંતે સત્યને જય થાય છે. સત્યવાદી અને સરલ પ્રકૃતિવાળો જીવ ઘણું ત્વરાથી પિતાને વિકાસ કરી શકે છે. તે નિર્ભય બને છે, તે નિરંતર શાંતિ જાળવે છે અને તેવા મનુષ્યનું શરીર પણ નિરોગી રહે છે. પરસ્પર અનુકૂલ આંદેલને તેના શરીરમાં ચાલે છે, તેથી રેગના વિરોધી આંદેલને જવા માંડે છે. નિષ્કપટી અને સત્યપ્રિય મનુષ્ય હજારો અસત્ય બાબતોમાંથી, સત્ય બાબતો કઈ છે તે તુરત જ પારખી શકે છે. સત્યને સગુણ આવતાં બધા દુર્ગણે નાશ પામવા લાગે છે, કારણ કે જે મનુષ્યને સત્ય બોલવાનું હોય છે તે કેટલાંક પાપ તે કરી શકે જ નહિ. તેને તો સત્ય હોય તે જ બોલવાનું હોય છે, તેથી ઘણા પ્રકારની કુટિલતાથી તે બચી જાય છે. - જે મનુષ્ય અસત્યથી, કપટથી અથવા ઢંગથી બીજાને છેતરવા પ્રયત્ન કરે છે તેને પોતાને અંતરાત્મા અવરાય છે, તેથી તે અંતરાત્માનો અવાજ સાંભળી શકતા નથી અથવા તે તેની ઝાંખી પામી શકતું નથી, માટે જેમ બને તેમ મનુષ્ય હેંગને ત્યાગ કરી સરલ પ્રકૃતિવાળા બનવું. જ્યાં સરલતા છે ત્યાં પવિત્રતા છે અને જ્યાં પવિત્રતા છે ત્યાં જ પ્રભુનો વાસ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org