Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 119
________________ માયામૃષાવાદવિરમણ ૧૧૩ રનાર મનુષ્ય લાંબે કાળ વિજય પામી શકે નહિ. કુદરત પોતાના નિયમોનો ભંગ લાંબા સમય સહન કરી શકે જ નહિ, માટે આત્મ અભ્યાસી મનુષ્ય કપટ અને અસત્યને પિતાના હદયમાંથી દેશવટો આપવો. ઉપદેશસપ્તતિકા નામના ગ્રન્થમાં માયાકપટની કેવી દુર્દશા થાય છે, તે ઉપર એક દષ્ટાંત આપેલું છે. શ્રી તિલકપુરમાં ધર્મ બુદ્ધિ અને પાપબુદ્ધિ નામના બે વણિક રહેતા હતા. ધર્મ બુદ્ધિ સરલસ્વભાવી તેમજ પરહિતચિંતક હતો અને પાપબુદ્ધિ કપટી, માયાવી અને વિશ્વાસુને છેતરનારે હતું. બંનેને વેપાર નિમિત્તે મૈત્રી થઈ. લેકે એમ કહેતા હતા કે-કાષ્ઠ અને કરવત જે આ પેગ છે, તથાપિ પોતાના ઉત્તમપણાથી ધર્મબુદ્ધિએ તે પાપબુદ્ધિને ત્યાગ કર્યો નહિ. બન્ને જણ વેપાર નિમિત્તે બીજે દેશ ગયા અને વ્યવસાય કરી દરેક હજાર સોનામહોરો કમાયા. તે બન્ને પિતાના ગામ તરફ પાછા વળ્યા. જ્યારે પિતાનું નગર પાસે આવ્યું ત્યારે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું—“મિત્ર! આટલું બધું ધન નગરમાં કેમ લઈ જવાય? માટે કેટલુંક અહીં જ દાટી મૂકીએ, પછી ગ્ય અવસરે તે લઈ જઈશું, કારણ કે ધનને અનેક પ્રકારે રાજા, ભાગીદાર અને ચારથી ભય હોય છે.” આમ સાંભળી ધર્મબુદ્ધિએ પાંચ સે સોનામહોર એક વૃક્ષ નીચે દાટી. તેને વિશ્વાસ પમાડવા પાપબુદ્ધિએ પણ તેમજ કર્યું. પછી તેઓ પોતપોતાને ઘેર ગયા. પાપબુદ્ધિ રાત્રે છાનામાને બન્નેનું દાટેલું ધન લઈ ગયે. એક દિવસ પાપબુદ્ધિને ધર્મબુદ્ધિ આવી કહેવા લાગે ૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136