Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 118
________________ ૧૧૨ પવિત્રતાને પથે હતે, એમ કે માનવાને દેરાય છે. ઢગથી તેના આત્મા પર પડલ આવી જાય છે. વારંવાર અસરલ અને કપટમયવક્ર વિચારો કરવાથી તેનું મન પણ તેવું જ વક્ર બને છે, એટલે આત્માના સીધાં કિરણે તે મનદ્વારા પ્રકટી નીકળતાં નથી. તેથી તેને આત્મા સત્ય અને અસત્ય વસ્તુ વચ્ચે ભેદ પારખી શકતો નથી. સત્યવાદી જ અનેક અસત્ય બાબતોમાંથી કયી સત્ય બાબત છે, તે એકદમ સમજી , શકે છે. જે મનુષ્ય બીજાને છેતરવા જાય છે તે જાતે જ છેતરાય છે, કારણ કે એક મનુષ્ય અપ્રમાણિકપણે થડે સમય વ્યાપારમાં બીજાને છેતરે, પણ જ્યારે તેનું કપટ પકડાય ત્યારે લોકે તેની સાથેની લેવડદેવડ ઓછી કરે, એટલે તેની આવક ઓછી થાય. આમ આખરે તે ઢોંગ અથવા કપટને આશ્રય લેનાર મનુષ્ય વ્યવહારમાં પણ પાછો પડે છે અને આટલે સમય કપટ અને અપ્રમાણિકપણાનો આશ્રય લઈ પોતાના મનને જે નુકસાન કર્યું તેની તો કિંમત આંકી શકાય જ નહિ. જ્યારે ઢગ પકડાય છે ત્યારે તે ઢેગી મનુષ્ય પરથી સર્વને વિશ્વાસ ઉઠી જાય છે. મનુષ્ય ઢગ કરે, અસત્ય બોલે, કૂડકપટ કરે, પણ તેમાં તેનું હદય ડંખ માર્યા વિના રહેતું નથી. કપટી મનુષ્ય નિરંતર બીકણ હોય છે. ગમે તેટલો નિર્ભયતાને ડેળ કરે, પણ સૂર્યના પ્રકાશિત કિરણ આગળ જેમ ધુમસ વિખરાઈ જાય છે તેમ સત્ય અને પ્રમાણિક મનુષ્યની તેજભરી આંખ આગળ તેનું મુખ ઢીલું પડી જાય છે, તેનું તેજ ઝાંખું પડી જાય છે. આખું વિશ્વ સત્ય પર રચાયું છે, માટે સત્યના નિયમોને ભંગ કરી જગતને છેત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136