________________
૧૧૦
પવિત્રતાને પંથે
જે કોઈનું શુભ કામ જુઓ તેને અનુમોદન આપે, પણ બીજાના ખોટા કામની નિંદા ન કરતાં ઉદાર બનો.
જ્યાં ત્યાં નિષ્કારણ કોઈની નિંદા કરવાથી સામાને કે' આપણને કોઈને પણ લાભ થતો નથી.
નિંદા એ જીભનું મોટામાં મોટું પાપ છે. નિંદા એ દોષદષ્ટિનું પરિણામ છે. જે તે મનુષ્ય પારકા કામમાં માથું મારે છે તે તેનો હેતુ મોટે ભાગે બીજાને મદદ કરવાનો નહિ, પણ બીજાઓનાં છિદ્રો અને નિર્બળતાઓ જાણ વાનો હોય છે. જે મનુષ્ય નિંદાના પાપથી બચે છે, તેને સમય ઘણે મળે છે. તે બહુ સારી રીતે આત્મનિરીક્ષણ કરી શકે છે. તે અંતર્મુખ થઈ પોતાના ગુણદોષ સારી રીતે તપાસી શકે છે અને આ રીતે આત્મસુધારણા કરવા તેને ઘણે અવકાશ મળે છે. તે મનુષ્ય સ્વાધ્યાય પણ સારે કરી શકે છે. સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય, એટલે આત્માના સ્વરૂપનું ચિંતન-“હું કેણ છું? મારું સ્વરૂપ શું? મારું કર્તવ્ય શું? મારું સાધ્ય શું?’ આવા વિચાર કરવામાં જે તે પોતાનો સમય પસાર કરે તો તેને અંદરથી ઘણું જાણવાનું મળે. બહારનું રમણ-ટણ જ્યારે બંધ થાય અથવા ઓછું થઈ જાય ત્યારે અંદરનું રટણ થવા લાગે છે, તે પછી જે મનુષ્ય પરંપરિવાદ-પારકા સંબંધી નકામી વાતે, કુથળીઓ–ગપ્પાં-નિંદા વગેરેને ત્યાગ કરે છે, તેની વાણુ પર તેમજ મન પર અપૂર્વ સંયમ આવતો જાય છે અને મનને બહારની પરિસ્થિતિ પર ઓછું ધ્યાન આપવાનું હોવાથી તે અંતર્મુખ બને છે અને ત્યાં તેને અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org