________________
૧૧૪
પવિત્રતાને પથે
કે “મિત્ર! ચાલે હવે આપણે તે દાટેલું ધન કાઢી આવીએ.” ત્યાં જઈને જોયું તે ખાડે ખાલી જોવામાં આવ્યું. પાપબુદ્ધિ ઘણે વિલાપ કરવા લાગ્યા અને છેવટે તેણે ધર્મ બુદ્ધિ ઉપર આક્ષેપ મૂકતાં કહ્યું: “હે દુષ્ટ ! તે જ આ કામ કર્યું છે, કારણ કે આપણું બે વિના બીજું કોણ આ વાત જાણતું હતું? ” ધર્મબુદ્ધિ કહે-“ હું કદી એવું કામ કરું નહિ. કોઈ પાપીએ તે કામ કર્યું હશે. ” આમ બને વચ્ચે વિવાદ થયો અને વાત રાજસભામાં ગઈ. બંનેના સાક્ષી વિષે પૂછવામાં આવતાં પાપબુદ્ધિ બોલી ઉઠ્યો કેમારો સાક્ષી દેવતા છે. રાજાએ કહ્યું-પ્રભાતે તેની પરીક્ષા થશે. પાપબુદ્ધિએ રાત્રે પોતાના પિતાને સઘળી હકીકત કહી અને જંગલમાં જઈ વૃક્ષના નેતર(પિલ)માં ભરાઈ બેસવા જણાવ્યું. અને રાજા પૂછે ત્યારે “પાપબુદ્ધિ નિષ્કલંક છે અને ધર્મબુદ્ધિ તસ્કર છે,” એમ કહેવાનું સૂચવ્યું. પ્રભાતે રાજા પ્રધાન વગેરે અમલદારો તથા ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ વગેરે લોકો ત્યાં હાજર થયા. સવાલ પૂછતાં પાપબુદ્ધિના પિતાએ ગોઠવેલે જવાબ આપે. લેકે આમતેમ જોવા લાગ્યા પણ કોઈ મનુષ્ય નજરે પડયે નહિ. ધર્મબુદ્ધિએ તરત જ સમયસૂચકતા વાપરી જણાવ્યું કે આ કેટરને બાળી નખાવે એટલે દેવ કે મનુષ્ય પ્રત્યક્ષ થાય.” કેટર બાળવાની શરૂઆત કરી કે તરતજ પાપબુદ્ધિને પિતા તે કેટરમાંથી ગભરાતો ગભરાત બહાર નીકળ્યો. પ્રશ્ન પૂછતાં તેણે સર્વ સત્ય નિવેદન કર્યું. લેકે તથા અમલદાર વર્ગ તેને તથા તેના પુત્રને ધિક્કારવા લાગ્યા. રાજા પાપબુદ્ધિને ભારે શિક્ષા કરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org