________________
પવિત્રતાને પથે
પણ આ અભ્યાખ્યાનનું પાપ કરનારને પોતાને અશાંતિ રહે છે, તેની વાણું અસત્યમય બને છે. તે બીજાના દોષ જવામાં અને કહેવામાં, બીજાઓમાં રહેલી સારી બાબતે જોઈ શકતો નથી. તેના મનમાં પરના દેષનાં કાળાં ચિત્રે રમે છે, તે તેવાં જ કાર્યોને જન્મ આપે છે. અભ્યાખ્યાનના માઠા પરિ. ણામને ખ્યાલ આપ્યા પછી તે ત્યાગવાના ઉપાય વિચારીએ.
પ્રથમ તે મનુષ્ય વાણું ઉપર સંયમ રાખવો. કોઈને પણ દોષ જાહેર કરતાં પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. બીજાઓ આપની સન્મુખ કઈ દે જણાવે, તો તે એકદમ માની લેવા નહિ. તેવા મનુષ્યોને કહેવું કે “તમે કહે છે તે વાત ખરી ના પણ હોય, અને કદાચ હેય તે પણ તે વિષે ન બેલવું એ વધારે હિતકારી છે.” ઘણું લેકે અમુક મનુષ્ય ઉપર આરોપ મૂકે છે, માટે આપણે પણ તે મૂકો એ મૂર્ખતા છે. ઘણા અમુક પાપ કરે છે, તેથી કાંઈ પાપની ઓછાશ થતી નથી અથવા કર્મ તેને છેડી દેતું નથી. બીજાની મૂર્ખતા કાજે આપણા મુખથી ઝેર લેવામાં લાભ શે? આપણે બીજાના આશયેની તુલના કરવામાં ઘણીવાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાર્ય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાને તેને આશય જેતા નથી અને તેને માથે નિષ્કારણ દેષ મૂકી તેને ફજેત કરીએ છીએ. આ રીતે મોટું પાપ આપણે શિર આવે છે. એક મનુષ્ય કલાલની દુકાનમાંથી નીકળે માટે તે દારૂ પીવા માટે જ ગર્યો હતો, એમ માની લેવું એ મોટી ભૂલ છે. કદાચ તેના ઘરમાં કેઈને વાગ્યું હોય અને તેને વાસ્તે દારૂની જરૂર હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org