________________
અભ્યાખ્યાનવિરમણ મૂકવામાં આવે, જ્યાં તેના વર્તન ઉપર છેટું આળ મૂકાય ત્યાં તે મનુષ્યની સ્થિતિ ઘણું દુઃખદ થઈ પડે છે. આવા આક્ષેપો જેમના પર મૂકાયા હોય તેઓને રાતદિવસ ઊંઘ પણ ન આવે. “લોકે મારે વિષે ખાટે અભિપ્રાય ધરાવશે તે મારું શું થશે? મારી કીર્તિ જશે પછી હું કેવી રીતે જીવીશ?” આવા વિચારો કરવામાં તેની રાત્રિ પસાર થઈ જાય છે. અને તેનું ઓશીકું તેના આંસુવડે ભીંજાય છે.
જ્યાં પ્રથમ હે મલકાતું હતું ત્યાં હવે કટાક્ષ જ નજરે પડે છે. આ સ્થિતિ શું ઓછી દુસહ્ય છે?
મનુષ્ય ઉપર જે બેટે આક્ષેપ મૂકાય-અને જે તે મનુષ્ય બહુ જ લાગણુ–સ્વભાવવાળો હોય તો તેના દુઃખને પાર રહેતું નથી. જે જગતમાં જીવતી નરક હોય છે તે સમયના તે મનુષ્યના મનની સ્થિતિ છે. જ્યારે ઘણુ બેટા આક્ષેપ મૂકવામાં આવે છે ત્યારે કેટલીક વાર તો વીર આત્માઓ પણ ડગી જાય છે, તથા નિરાશા અને શાકને વશ થાય છે, તે પછી સામાન્ય પામર આત્માઓની તો સ્થિતિનું શું વર્ણન થઈ શકે? જેમની પ્રતિષ્ઠાને નિકારણ હાનિ પહોંચી હોય, તેવા મનુષ્યની સ્થિતિમાં તમારી જાતને મૂકે એટલે તમને આ અભ્યાખ્યાનનું–બીજાને માથે બેડું આળ મૂકવાનું–કેટલું ઘેર પાપ છે તેને ખ્યાલ આવશે.
એવા દૂછાત વાંચવામાં આવે છે, તેમજ ઘણાના અનુભવમાં પણ હોય છે કે મનુષે ચારિત્રપ્રતિષ્ઠાની હાનિ થતાં આપઘાત પણ કરી બેસે છે.
આ પ્રમાણે સામાને નુકસાન થાય છે, એટલું જ નહિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org