________________
પ્રકરણ ૧૫ મું.
રતિઅરતિવિરમણ. પંદરમું પાપસ્થાનક રતિઅરતિ છે. રતિ-અરતિ એટલે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં જે સુખ-દુખની લાગણી થાય તેને રતિઅરતિ કહે છે. આ સ્થિતિ સામાન્ય મનુષ્યને સ્વાભાવિક છે. સુખ આવે તે જીવવાની વાંચ્છા કરે છે અને તેમાં રતિ માને છે, દુઃખ આવે તે મરવાની ઈચ્છા કરે છે અને તે દુઃખદ પ્રસંગ વાસ્તે તેને અરતિ પ્રકટે છે.
જેનશાસ્ત્રમાં ચાર પ્રકારનાં ધ્યાન કહેલાં છે, આર્તા, રૌદ્ર, ધર્મ અને શુકલધ્યાન. તેમાંનાં પ્રથમના બે રતિ અરતિની સ્થિતિ સૂચવે છે. તેમાંના પ્રથમ આધ્યાનના ચાર ભેદ છે. જીવ અનિષ્ટ પદાર્થોના સંગથી અથવા ઈષ્ટ પદાર્થના વિયોગથી, અથવા તે રોગથી, અથવા તે આગામી શું દુખ આવશે એવા વિચારથી પોતાના ચિત્તમાં અનેક પ્રકારની ચિંતા કરી દુઃખી થાય છે. રિદ્રિધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે-હિંસામાં, અસત્યમાં, ચેરીમાં અથવા વિષયસેવનમાં આનંદ માન . આ આનંદ અથવા રતિ ઘણા જ હલકા પ્રકારની છે. જે મનુષ્ય આવી બાબતમાં રતિ લે છે તે મનથી ઘર કર્મ બાંધે છે, અને ખાટાં કામ કરીને અનંત દુઃખને ભક્તા બને છે. પોતાના શરીરને, ઈન્દ્રિયોને અને પોતાની વૃત્તિ તથા મનને જે વસ્તુઓ અચે તેમાં મનુષ્ય રતિ માને છે અને જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org