________________
પર પરિવાદવિરમણ
૧૦૭ કહે છે, કરે છે અથવા માને છે તેની સાથે આપણને કશે સંબંધ નથી. તે વિષે આપણે છેક તટસ્થ રહેતાં શીખવું જોઈએ. જ્યાં સુધી તે મનુષ્ય બીજા મનુષ્યની વચમાં ન આવે ત્યાં સુધી સ્વતંત્ર વિચાર કરવાને, સ્વતંત્ર શબ્દો બલવાને, સ્વતંત્ર કાર્ય કરવાને તેને સંપૂર્ણ હક્ક છે. આપણને જે યોગ્ય લાગે તે કરવાની આપણને સ્વતંત્રતા હોવી જોઈએ, એ હકક આપણે માગીએ છીએ, તે પછી આપણે બીજાને તેટલી જ સ્વતંત્રતા ભેગવવા દેવી જોઈએ; અને
જ્યારે બીજો કોઈ મનુષ્ય તેવી સ્વતંત્રતાનો ઉપભેગ કરતા હોય ત્યારે તેની નિંદા કરવાને આપણને જરા પણ અધિકાર નથી. જે આપણને એમ લાગતું હોય કે અમુક મનુષ્ય અમુક ખોટું કામ કરે છે, અને જે આપણે સભ્યતાથી અને ખાનગી રીતે તેને આપણા વિચારો દર્શાવવાના પ્રસંગ લઈએ તે તેને સમજાવી શકવાને સંભવ છે, પણ ઘણી બાબતમાં તે આમ કરવું તે પણ અગ્ય રીતે માથું મારવા જેવું કામ છે. જે આપણે ત્રીજા મનુષ્ય સન્મુખ જઈ તે બાબત જણાવીએ તો તેની નિંદા કરી કહેવાય અને નિંદા તે તે મોટે દુર્ગુણ છે.
નિંદાના વિચારમાત્રથી ઘણે અનર્થ પેદા થાય છે. દરેક મનુષ્યમાં ગુણ તેમજ અવગુણ રહેલા છે. પ્રભુ સિવાય કઈ પણ જીવ પૂર્ણ નથી. “થોડા ઘણા અવગુણે સા ભર્યા રે, કેઈના નળી ચુવે, કોઈનાં નેવ રે.” તે પછી આપણે તેના અશુભનું ચિંતન કરી સામાના દેષને પુષ્ટિ આપીએ છીએ. જે તેનામાં તે અવગુણ હોય તો તે પુષ્ટ થાય છે અને ન હોય તે પણ તેનું વારંવાર ચિંતન કરીને દોષનું બીજ તેનામાં રોપવા જેવો પ્રયત્ન આપણા વિચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org