________________
રતિઅતિવિરમણ
૧૦૫
ફુલાઈ જવું નહિ. તેમ જ દુઃખના પ્રસંગમાં એ વિચાર કરે કે આ દુખ પણ ચાલ્યું જશે, માટે અતિ દીન ન બનવું, પણ સમતોલવૃત્તિ જાળવવી.
જ્યાં સુધી મનુષ્ય બાહ્ય સંગેનો-મનુષ્યને–વસ્તએને વિચાર કર્યા કરે છે ત્યાં સુધી રતિ કે અરતિ થવાની જ, ત્યાં સુધી સુખ દુખ થવાનું જ. પણ આત્માની અનંત કાળની જિંદગીમાં આ જિંદગી એ એક દિવસ છે, એવું વિચારતાં સર્વ બનાવે ગણુ થઈ જાય છે. તે મનુષ્ય સુખ-દુઃખમાં મનની સ્થિરતા જાળવી શકે છે. કવિ કાલિદાસ કહે છે કે
कस्यैकान्तिकं सुखमुपनतं दुःखमेकान्ततो वा । नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण ॥ .
કેને એકાંત સુખ મળ્યું છે? અથવા કેને એકાંત ' દુઃખ મળ્યું છે ? આપણું દશા ચક્રની ધારા પ્રમાણે ઉપર નીચે ચાલ્યા જ કરે છે, આવજા કરે છે, માટે જે રતિઅરતિથી મુક્ત થઈ શાંતિ મેળવવી હોય તો સુખ દુઃખ આપનારા પદાર્થોની અનિત્યતા વિચારી મનુષ્ય તેના દ્રષ્ટા બનવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org