________________
પ્રકરણ ૧૧ મું.
દ્વેષવિરમણ. અગિયારમું પાપસ્થાનક દ્વેષ છે અને શ્રેષમાં ક્રોધ અને માનનો સમાવેશ થાય છે, જ્યાં ક્રોધ કે માન હોય ત્યાં દ્વેષ પ્રગટે છે.
દ્વેષની વ્યાખ્યા શ્રીમદ્ આનંદઘનજી આપે છે કે “ઢેષ અરોચક ભાવ.” જ્યાં અરુચિ થઈ ત્યાં દ્વેષનું બીજ રોપાય છે, અને તે બીજને વહેમ, શંકા, પરસ્પર ગેરસમજણ વગેરે સાધન મળતાં તે બીજ વૃક્ષરૂપે પરિણમે છે. દ્વેષનું મુખ્ય કારણ જુએ તો રાગ છે. આપણને અમુક વસ્તુ અથવા બાબત પર રાગ અથવા રુચિ હાય, હવે તેની પ્રાપ્તિમાં જે કોઈ અંતરાયભૂત થાય તેના પર સ્વાભાવિક રીતે દ્વેષ પ્રકટે છે. રાજા દેવો કાય? રાગથી શ્રેષ પ્રકટે છે. આને અર્થ એ નથી કે જેના પર રાગ હોય તેના જ પર દ્વેષ થાય છે, પણ રાગની વસ્તુ અથવા મનુષ્યમાં જે કાંઈ અંતરાયભૂત થાય તેના પ્રત્યે દ્વેષ પ્રકટે છે.
રાગ અને દ્વેષના સંબંધમાં એક માટે ભેદ એ છે કે રાગ મનુષ્ય તેમજ વસ્તુઓ પ્રત્યે થાય છે, અને દ્વેષ કેવળ મનુષ્ય પ્રત્યે થાય છે. જે જીવને વસ્તુઓ પ્રત્યે દ્વેષ થાય તે તો બહુ જ પામર જીવ સમજ. કેઈ મનુષ્ય ચાલતાં થાંભલા સાથે અથડાય અને તેનું માથું કૂટાય તે તેમાં દેષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org