________________
પ્રકરણ ૧૨ મું.
કલહવિરમણ. વાસ્તુતઃ પ્રથમના પાંચ પાપસ્થાનક મુખ્ય છે અને તેને ટેકો આપનારા ૬ થી ૯ સુધીનાં પાપસ્થાનકે ક્રોધ, માન, માયા અને લેભ છે. એ પાપનાં કાર્યોને આ ચાર કષાયથી ઘણું બળ મળે છે. ૧૦ થી ૧૮ સુધીનાં પાપસ્થાનકે તે ૧ થી ૯ સુધીના પાપસ્થાનકેના સંમિશ્રણથી પ્રગટે છે.
હવે આપણે ૧૨ મા પાપસ્થાનક કલહનો વિચાર કરીએ. કલહ એટલે કજીએ-કંકાસ, બીજાઓ સાથે ઝઘડે વગેરે. જ્યાં કલહ હોય ત્યાં કુસંપ પ્રગટે છે અને તે અનેક અનર્થોનું મૂળ બને છે.
કલહની ઉત્પત્તિનું કારણ કયાં તે ક્રોધ હોય છે અથવા અભિમાન હોય છે. પિતાના વિચારો સત્ય છે, એમ મનુષ્ય માને છે અને તેથી તે વિચારોની વિરુદ્ધ જેના વિચારો હોય તેની સાથે ઝઘડામાં ઉતરે છે, કલહ કરે છે. જ્યાં હૃદયની ઉદારતા નથી ત્યાં નજીવી બાબતે પણ મોટા કલેશનું કારણ થઈ પડે છે. જે મનુષ્યને કલહ કરવો હોય તેને કારણે શોધવા દૂર જવું પડે તેમ નથી. તે જ્યાં કારણે ન હોય ત્યાં પણ નવા કારણે પેદા કરે છે.
વરુ અને ઘેટાની વાત સર્વના જાણવામાં હશે. વરુને ઘેટા સાથે કઈ પણ રીતે કલહ કરે હતે. એક નદીના કિનારે વરુ અને ઘેટું બંને પાણી પીતાં હતાં. વરુએ કજીઓ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org