________________
પવિત્રતાને પથે :
વચ્ચે પણ ઝઘડાઓ ઊભા થાય. તેમના સંબંધમાં એક સંસ્કૃત કવિએ કહ્યું છે કે –
अहो खलभुजंगस्य, विचित्रोऽयं वधक्रमः । अन्यस्य दशति श्रोत्रं, अन्यः प्राणैवियुज्यते ॥
દુષ્ટ પુરુષરૂપ સપની બીજાનો વધ કરવાની રીત કાંઈક વિચિત્ર છે. તે એકના કાનમાં ડસે છે અને બીજે મનુષ્ય મરણ પામે છે. અર્થાત્ દુષ્ટ અને કલહશીલ પુરુષે લોકોના કાન એવી વાતોથી ભંભેરે છે કે જેથી બીજાને મોટું નુકસાન થાય અને કોઈ વાર તો મનુષ્યને મરવાને સમય આવે.
કલહ ઉપર જણાવ્યા પ્રમાણે નાની નાની બાબતમાંથી પ્રકટે છે. કહેવત છે કે “રોગનું મૂળ ખાંસી અને કલહનું મૂળ હાંસી.”કેઈની ઠઠ્ઠામશ્કરી કરતાં સામે મનુષ્ય ચીડાઈ જાય અને તેમાંથી મેટે કલહ ઉત્પન્ન થાય. જે ખાંસીને ન રોકવામાં આવે તો તે ક્ષયરોગનું કારણ થઈ પડે છે, તેવી રીતે મશ્કરી પણ કલહ-કંકાસનું કારણ થઈ પડે છે.
કલહના સંબંધમાં આપણે એક દષ્ટાંત વિચારીશું. દશરથ રાજાને ત્રણ સ્ત્રીઓ અને ચાર પુત્ર હતા. જ્યારે પોતે વૃદ્ધ થવા આવ્યા ત્યારે કેશલ્યાથી ઉત્પન્ન થયેલ પિતાના વડીલ પુત્ર રામચંદ્રને રાજગાદી આપવા તેમણે નિશ્ચય કર્યો. સર્વ મંત્રીઓએ પણ તે કામને સંમતિ આપી. આ વાતની ખબર કૈકેયીની દાસી મંથરાને પડી. તે કર્કશ અને કલકપ્રિય સ્વભાવવાળી દાસી મંથરાએ કૈકેયીને કહ્યું કે“આવતી કાલે રામચંદ્રને ગાદી મળવાની છે. તમે જાણે છે?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org