________________
૭૮
પવિત્રતાને પથે
મળતા નથી. પછી તે અંતર્મુખ થાય છે. બાહ્ય વસ્તુઓ ઉપર પેાતાના સુખને! આધાર રાખતા બંધ થાય છે ત્યારે તેના પેાતાનામાં રહેલા આનંદને તેને અનુભવ થવા લાગે છે. પછી તેને ખાદ્ય વસ્તુઓ પ્રત્યે રાગ આવતા નથી. વસ્તુઓના ત્યાગ કરવાથી તે વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય જન્મે છે એ વાત સાચી છે, પણ તે વસ્તુઓ પ્રત્યેના રાગના રસ ચાલ્યેા જતેા નથી. તે તે જ્યારે આત્માની ઝાંખી થાય ત્યારે જ ચાલ્યા જાય, કારણ કે ઉચ્ચ બાબતના ખરા અનુભવ થયા વિના હલકી વસ્તુઓ પ્રત્યેની રુચિ સથા જતી નથી. છતાં વૈરાગ્યનુ કુદરતમાં સ્થાન છે, કારણ કે વૈરાગ્ય એ ઉપશમનું કારણ છે અને લાંબા સમય સુધી જો ઉપશમ સ્થાયી રહે તે તે ક્ષયનુ પણ કારણ બને છે માટે બાહ્ય ત્યાગ પણ અમુક અપેક્ષાએ ઇષ્ટ છે. છેવટ તે ઉચ્ચ વસ્તુ-આત્મા ઉપર મન સ્થિર થતાં વૈરાગ્ય પ્રકટશે, ત્યારે વસ્તુએના અભાવે તેમજ સદ્ભાવે સમાન સ્થિતિ રહી શકશે. આ ભેદ જો સમજવામાં આવે તે રાગી અને ત્યાગી વચ્ચેના ઝઘડાઆના અંત આવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org