________________
૭૬
પવિત્રતાને પંથે નીચલી પાયરી પર હોય છે તેમના તરફ આપણે પ્રેમ કારુણ્ય અથવા દયાનું રૂપ લે છે. વળી બીજી રીતે વિચારીએ તે પ્રેમ અથવા પ્રશસ્ય રાગ એ જીવાત્માના વિકાસને વાસ્તે ઘણું અગત્યનું સાધન છે. જેનામાં વિરપૂજા નથી, જે બીજાની મહત્તા જોઈ આનંદ પામતું નથી, જે હલકી ભાવનાઓ અને વિચારમાં જ રમ્યા કરે છે તે જીવ કદાપિ આગળ વધી શકે નહિ, માટે રાગને ત્યાગ કરતાં ભૂલથી પ્રેમનો ત્યાગ ન થાય તેની ખાસ સંભાળ રાખવી. ઘણા પુરુષે રાગને નાશ કરવા જતાં પ્રેમને નાશ કરી ઉચ્ચ થવાને બદલે અધમ બને છે. સામાન્ય મનુષ્ય કરતાં વધારે ઉચ્ચ પદ મેળવવા જતાં વધારે નિર્દય અને નિષ્ઠુર બને છે. જેટલા મહાપુરુષ થઈ ગયા છે તે સર્વે દયાના સાગર અથવા પ્રેમની મૂર્તિ હતા અને પ્રેમ-કરુણાવડે જ તેઓ નિર્વાણ જેવા ઉચ્ચપદે પહોંચ્યા હતા. - રાગનું પણ કુદરતમાં સ્થાન છે. અમુક હદે તે આપણને દુ:ખજનક થાય છે. મનુષ્ય ધન, કીર્તિ, સત્તા વગેરેના રાગથી તે મેળવવા મથે છે, અને મેળવવા જતાં અનેક શક્તિ ખીલવે છે. તે વસ્તુઓ મળતાં તેના પ્રત્યેને મેહ ઊડી જાય છે, તે વસ્તુઓ મળ્યા પહેલાં જેટલી મેહક લાગતી હતી તેટલી હવે લાગતી નથી, તેથી તેને વૈરાગ્ય પ્રગટે છે આ ખરો વૈરાગ્ય છે. વસ્તુઓ અથવા બનાનું અસારપણું સમજીને જ્ઞાનપૂર્વક થયેલે વૈરાગ્ય લાબ કાળ ટકી શકે છે. વળી તે રાગવાળી વસ્તુઓની પાછળ જતાં જે ખંત, ઉત્સાહ, શક્તિ, અનુભવ મેળવ્યાં હોય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org