________________
રાવિરમણ
પ
લાગણી રાખે તેા તે લાગણી તે પ્રેમ છે. આ પ્રેમ કેઈ પણ રીતે મંધનકારક નથી. જેટલા મહાન આત્માએ થઈ ગયા તે સમાં આવા પ્રેમ હતા. તેમને જેટલા સ્વજને વ્હાલા હતા તેટલા જ ખીજા જીવા વ્હાલા હતા, કારણ કે તેમનેા પ્રેમ આત્માને લઇને ઉદ્દભવ્યો હતા. પ્રેમને લઈને જ મહાન્ જીવાત્માએ. બીજાનું કલ્યાણ કરવા પ્રેરાય છે. એ ભાવનાથી જ શ્રી મહાવીરપ્રભુએ વિચાર્યું હતું કે “ સર્વ જીવ કરું શાસનરસી; એસી ભાવ દયા મન ઉલસી. ’” માટે વસ્તુએ તથા મનુષ્યની ઉપાધિઓ-શરીર પ્રત્યેના રાગ દૂર કરવા જતાં તેમના આત્મા પ્રત્યેની સ્વાભાવિક લાગણી-પ્રેમના ત્યાગ ન થાય, તે સંબંધમાં મનુષ્યે બહુ જ કાળજી રાખવી જોઇએ.. ઘણા મનુષ્યા રાગને ત્યાગ કરવા જતાં સર્વ મનુષ્યો પ્રત્યેના પ્રેમના પણ ત્યાગ કરે છે અને તેમનાં હૃદય નિષ્ઠુર અને લાગણી રહિત બની જાય છે. પ્રેમ વગરનુ જીવન એ તેા જીવન નહિં, પણ જીવતું મરણ છે. જીવા પ્રેમથી જ આગળ વધે છે. જિનેશ્વરાએ જે ચાર ભાવનાએ જીવાત્માના વિકાસ માટે બતાવી છે, તેમાંની પ્રથમ ત્રણ ભાવના પણ પ્રેમની જ સૂચક છે, પ્રેમ પર જ રચાયલી છે. તે ભાવનાઓનાં નામ પ્રમેાદ, મૈત્રી અને કારુણ્ય છે. આપણા કરતાં વિકાસમાં જે આગળ વધેલા જીવા છે, જે જ્ઞાનમાં, ગુણુમાં, શક્તિમાં આપણા કરતાં ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હોય છે તેવા જીવા પ્રત્યે જે પ્રેમ દર્શાવવે! તે પ્રમેાદભાવ. જ્ઞાન, ગુણ, શક્તિ વગેરેમાં આપણી સમાનકેાટિના જીવ પ્રત્યેના જે પ્રેમ તે મૈત્રી કહેવાય છે, અને આપણા કરતાં જે લેાકેા આવી બાબતમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org