________________
દ્વેષવિરમણ તે વૃદ્ધિ પામ્યાં કરે છે, અને પછી તેને કાઢી નાખવાનું કામ ઘણું કઠણ થઈ પડે છે.
- દ્વેષથી મનુષ્ય સામાનું બૂરું ઈછયા કરે છે. સામે મનુષ્ય દુઃખ પામે, માંદા પડે, અનેક રીતે હેરાન થાય તેવી વૃત્તિ દ્વેષથી જન્મે છે. આ વૃત્તિ જે લાંબા સમય રહે, તો અતિ તીવ્ર કર્મબંધ થાય છે અને તેથી વિકાસ મંદ પડી જાય છે. વળી લાંબા સમય સુધી કરેલા વિચારોનું બળ એટલું વધી પડે છે કે દ્વેષના વિચારવાળે બીજાને હેરાન કરવા પણ ચૂકતા નથી અને લાગ આવે તેને નુકસાન પણ કરે છે.
વળી દ્વેષથી મનુષ્ય જેના ઉપર ફેષ કરતો હોય તેના ચારિત્ર ઉપર અનેક આક્ષેપ મૂકે છે. સામાના ચારિત્રને એવું તે કાળું ચિતરે છે કે બીજા મનુષ્ય પણ કાંઈક તો સત્ય હશે, એમ માનવાને દેરાય છે. જે મનુષ્ય બીજાએ ઉપર દ્વેષ રાખે છે તેના મનની અસર શરીર પર થવા લાગે છે. દ્વેષ અથવા ક્રોધથી શરીરનું લેહી ઝેરી બને છે, અને તે મનુષ્યના શરીર પર નૂર આવતું નથી.
જ્યારે કોઈ ઉપર આપણને પ્રેમ થાય છે ત્યારે આપણામાં “વધારે” થયે એવું લાગે છે. આપણે સામાની હંફથી આગળ વધતા હાઈએ એમ જણાય છે, પણ જ્યાં કેઈ ઉપર દ્વેષ થયે ત્યાં સંકુચિતતા જન્મે છે. સામા મનુષ્યને જોતાં આપણે આત્મા અંદર ઘુસતા હોય, પાછો હઠતો હોય એમ લાગે છે. આપણને “ઓછાપણા”નું ભાન થાય છે. આપણામાંથી કાંઈ જતું રહ્યું હોય એવું લાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org