________________
પ્રકરણ ૧૦ મું
રાગવિરમણ દશમું પાપસ્થાનક રાગ છે. રાગ અને દ્વેષ એ વસ્તુતઃ ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયોનાં બે સ્વરૂપો છે. ષ એ ક્રોધ અને માનનો સૂચક છે અને રાગમાં માયા અને લેભને સમાવેશ થાય છે, એટલે રાગ દ્વેષનું સ્વરૂપ આ ચાર કષાયમાં મોટે ભાગે આવી જાય છે; પણ જ્યારે અત્રે આ બે પાપસ્થાનકેને જુદાં ગણવામાં આવ્યા છે તે તેનું વર્ણન કરવાની જરૂર છે.
રાગની વ્યાખ્યા–રાગ એટલે કોઈપણ વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે મારાપણાને લીધે જે આસક્તિ થાય તે રાગ. રાગને બંધનકર્તા ગણવામાં આવે છે, કારણ કે તે વૃત્તિ જ્યારે પ્રબળ હોય છે ત્યારે મનુષ્ય નહિ કરવા જે કામ કરે છે, નહિ બલવા ગ્ય વચન બધે છે, અને રાગની વસ્તુને ખાતર પિતાના બધા નિશ્ચય અને નિર્ણયને ભેગ આપે છે. રાગી મનુષ્યને આંધળે ગણવામાં આવે છે. કહ્યું છે કે –
griધા નૈવ થિન્તિ–રાગથી અંધ થયેલા પુરુષે વસ્તુસ્થિતિને જાણી શક્તા નથી.
આપણે શાસ્ત્રોમાં વારંવાર સાંભળીએ છીએ કે કણે. ન્દ્રિયની તૃપ્તિ ખાતર મૃગ, ચક્ષુરિન્દ્રિયના વિષયની તૃપ્તિ ખાતર પતંગિયું, રસનેન્દ્રિયના વિષયના ભંગ માટે મીન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org