________________
ભવિરમણ
ખાધેલો ભાગ-જ બહાર નીકળી જતો નથી, પણ જે
રાક શરીરના પિષણ અર્થે જરૂરનો હતો તે પણ નીકળી જાય છે. તેમ મધ્યમસર રીતે જે વસ્તુઓ ઉપયોગી ગણાય તેના કરતાં વધારે મેળવવાની તૃષ્ણામાં જે કંઈ તણાય છે તે મનુષ્ય જે ચીજો તેને સુખમાં રાખવાને તથા તેની સ્વાભાવિક તંગીઓને પાર પાડવામાં કામ લાગી હતી તે ચીજો પણ ખાઈ બેસે છે, માટે અતિભ તે પાપનું મૂળ છે તે આ ઉપરથી સિદ્ધ થાય છે.
લેભનો ત્યાગ કરવાને નીચે પ્રમાણે વિચાર કરો. બહારની વસ્તુઓ ધન વૈભવ આપણે સાથે આવવાના નથી. તે ઘણું તો આખી જિંદગી પર્યત રહે, પણ તે આપણી સાથે કદાપિ સર્વદા રહેશે જ નહીં. આપણે આત્મા છીએ અને આ બહારનાં સાધનો ખરી રીતે આપણાં નથી. આપણે તેની ઉપર માલીકી ધરાવી દુઃખી થઈએ છીએ, પણ જે ટ્રસ્ટીભાવ રાખીએ તે ધન કઈ રીતે દુઃખનું કારણ થાય નહિ. લાખ રૂપીઆની વચમાં મનુષ્ય નિર્લોભભાવ રાખી શકે. આપણી સાથે સ્થાયી રહેનાર આપણાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે; અથવા સદુ, ચિત્ અને આનંદ છે. આપણે ખીલવેલી શક્તિઓ, મેળવેલું જ્ઞાન અને પ્રકટ કરેલે આનંદ સ્વભાવ–પ્રેમ આપણી સાથે રહે છે. જે મનુષ્યને આ આત્માની સાથે સ્થાયી રહેનાર સદગુણ મેળવવા પ્રત્યે રુચિ થાય તે વસુ અને વૈભવ પ્રત્યેને તેને મમત્વભાવ એ છે થવા સંભવ છે, માટે લાભના અનેક અનર્થો વિચારી તેને -ત્યાગ કરવાને કાં તો સંતોષવૃત્તિ ધારણ કરે અને જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org