________________
૬૮
પવિત્રતાને પથે
સમયના વહેવા સાથે લોકોની મજશેખની વૃત્તિઓ વધારે પ્રબળ થતી જાય છે અને જે ચીજો જરૂરની છે તે હેજમાં મળી શકે તેવી હોય છે, પણ આપણે લોકમાં વાહવાહ કહેવરાવવા માગીએ છીએ, લોકોમાં બાહ્ય આડંબરથી માન પ્રતિષ્ઠા પામવા ધારીએ છીએ અને તેથી ઘણી ચીજો જે પ્રથમ મેજશેખની ચીજે ગણાતી હતી તે હાલમાં જરૂરની થઈ પડી છે. આપણું જરૂરિયાતો જેમ વધારીએ તેમ વધે છે. જે આપણે ઈટલીના તેમજ પારીસના સુશોભિત ભવ્ય મકાનની જેવી કારીગરીવાળા બંગલાઓ બંધાવવા માગીએ, અથવા હીરા રત્નના આભૂષણ પહેરવા માગીએ, અથવા અરબસ્તાનને ઘેડાની લંડનથી મંગાવેલી ફેટીનમાં બેસવા ધારીએ, અથવા સુગંધીદાર તેલ સાબુ વગેરે વાપરવા ચાહીએ તો આ બધી વસ્તુઓને આપણે જરૂરિયાતના પેટાવિભાગમાં લાવી શકીએ; પણ આ બધી ખરી જરૂરિયાતો નથી. શુદ્ધ સાત્વિક ખોરાક, સ્વચ્છ જળ, સારાં ધાયેલાં વસ્ત્ર અને ટાઢ તડકાથી આપણે બચાવ કરે તેવું ઘર–આ ચીજે સાધારણ રીતે જરૂરની ગણાય, કારણ કે શરીરનું રક્ષણ કરવામાં તે ચીજની ઉપયોગિતા છે અને શરીર તે ધર્મ સાધનોમાં મુખ્ય સાધન છે, માટે શરીરના રક્ષણ અર્થે જે ચીજો જરૂરી છે તે સિવાયની બીજી વધારાની કહીએ તે તે અગ્ય નથી.
જે મનુષ્યને જળની જેટલી તૃષા હોય તે કરતાં વધારે પીએ, અથવા ભૂખ કરતાં વધારે ખોરાક ખાય તો તેને એકવું પડે છે, અને તેમાં કેવળ વધારાને ભાગ-હદ ઉપરાંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org