________________
ભવિરમણ
જરૂરિયાત અને સગવડને ખાતર જે ધન આવશ્યક હોય, તે સિવાયનું બાકીનું ધન નિરર્થક અને ઘણીવાર તે બોજારૂપ હોય છે. પણ જે મનુષ્ય બાકીના ધનને પરોપકારાર્થે અથવા સત્કાર્યમાં ઉપયોગ કરે તે તેની સફળતા છે. મનુષ્ય ધનવાન થયો એટલે તેના ધનને લીધે તે આકૃતિવિદ્યા (Drawing) અથવા સંગીતશાસ્ત્રમાં નિપુણતા મેળવી શકે નહિ. ગરીબ મનુષ્યની માફક તેને તે વિદ્યા શીખવાને મહેનત કરવાની જરૂર છે. તેમજ ધનને લીધે જિતેંદ્રિયપણું, હૈયે આદિ સદગુણે આવી જતા નથી. તેમજ ધનને લીધે ધન ઉપર વૈરાગ્ય આવી શકતો નથી, તેમજ પોતાના આત્માને પરિગ્રહની મર્યાદા કરતાં પણ શીખવી શકાતો નથી. જે મનુષ્યને તૃષા લાગી હોય તો જળ તેની તૃષા છીપાવે છે. જે મનુષ્યને ભૂખ લાગી હોય તો રાક તેની ભૂખ મટાડે છે. જે મનુષ્યને ઠંડી લાગતી હોય તે ગરમ કોટ પહેરવાથી અથવા અગ્નિ પાસે બેસવાથી તે ઠંડી દૂર ભાગે છે અને તે મનુષ્યને શાંતિ થાય છે. પણ જો જરૂર કરતાં વધારે ખાય તો અજીર્ણ થાય છે, જરૂર કરતાં વધારે પાણી પીવાથી પેટ અકળાય છે અને જરૂર કરતાં વધારે વસ્ત્ર પહેરવાથી તાપ વિશેષ લાગે છે. કુદરતી તંગી પૂરી પડી એટલે કુદરત સંતોષ પામે છે. તેની તંગી કરતાં વધારે વસ્તુઓ તેને ભારરૂપ જણાય છે તેમજ નુકશાનકારક નીવડે છે, પણ ધનમાં તેમ નથી. તે બાબતમાં તો ધન મળતાં વિશેષ ધનની સ્પૃહા પ્રકટે છે અને આ લેભને કોઈ દિવસ અંત આવતો જ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org