________________
લભવિરમણ
હરી લે છે, અને ગરીબ પર જુલમ પણ ગુજારે છે. મનુષ્ય લાભથી પોતાના પિતાની ઉમ્મર પૂછવા દોરાય છે. લેભથી આપણે ભાગીદાર ગીધ જેવો બને છે અને આપણે મિત્ર ચાર બને છે. કહ્યું કે – अर्थमनर्थ भावय नित्यं, नास्ति ततः सुखलेशः सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः, सर्वत्रैषा विहिता रीतिः ॥१॥
ધનને નિરંતર અનર્થરૂપ માને, તેથી સુખને લેશ પણ સત્ય રીતે નથી; પૈસાદારને પુત્ર તરફથી પણ ભય રહ્યા કરે છે, આવી રીત સર્વત્ર ફેલાયેલ છે. ધનને ખાતર ભાઈઓ લડે છે, મિત્રો છૂટા પડે છે અને સંબંધીઓ વચ્ચે શત્રુતા પ્રગટે છે.
આપણે પાંચમા પાપસ્થાનકને વિચાર કરતાં જોયું હતું કે ધનની જરૂર છે. ધન સાધન તરીકે યોગ્ય છે, પણ ધનને ખાતર જ જેઓ ધન એકઠું કરવા પ્રયત્ન કરે છે તેઓ ધનથી મળતું સુખ પણ જોગવી શકતા નથી, તેમાં દાનવૃત્તિ હતી નથી, તેમજ તેઓ પિતાને વાસ્તુ પણ તેનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તેઓ ધારે છે કે ધન વાપરવાથી ખૂટી જશે. આવા મનુષ્યની સ્થિતિ ભ્રમર જેવી થાય છે કે–
મધુ સંચય કરી મરી રહ્યો, ભ્રમર કેવળ અજાણ; ના દીઠું ન ભોગવ્યું, નાહક ખોયા પ્રાણ
માટે લેભવૃત્તિને ત્યાગ કરવાને ઉદારતાને-દાનને પાઠ શીખવો જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org