________________
માનવિરમણ
૫૫
દેવું થવાને લીધે આખી જિંદગી સુધી દુખી થશે. જ્યારે મનુષ્યને વિનાશ થવાનો હોય ત્યારે તેનામાં ઘણું અભિમાન આવે છે. તે બધા પ્રત્યે ઉદ્ધતાઈથી વર્તે છે. pride goeth before destruction વિનાશ પહેલાં અભિમાન જન્મે છે. અભિમાની પુરુષ પોતાના ગુરુઓ અને વડીલેનું અપમાન કરતાં પણ અચકાતા નથી.
આ માનના ત્યાગ સંબંધીનું એક દષ્ટાંત આપણે વિચારશું. શ્રી ઋષભદેવને ભરત અને બાહુબળી નામના બે પ્રતાપી પુત્ર હતા. પિતાના અઠ્ઠાણું પુત્રને જુદી જુદી રાજગાદી સોંપી, દીક્ષા લઈ પોતે અનેક સ્થળે વિહાર કરતા હતા. ભરતને ચક્રવત્તી પણાનું સૂચક ચક્ર ઉત્પન્ન થયું. તે ચકવડે તેણે છ ખંડના રાજાઓને વશ કર્યા, પણ બાહુબળીએ તેની આજ્ઞા ન સ્વીકારી. બંને બંધુઓ વચ્ચે તુમુલ યુદ્ધ દીર્ઘ સમય સુધી ચાલ્યું. ભરતે છેવટે બાહુબળી ઉપર પોતાનું એક મૂકયું. બને ભાઈઓ હોવાથી બાહુબળી પર તે ચક્રનો પ્રભાવ ચાલે નહિ, તેથી તે ભરતના હાથમાં પાછું આવ્યું. ભરતે જ્યારે ચક મૂક્યું ત્યારે બાહુબળીને ઘણે ક્રોધ ચઢ્યો હતો, પણ જ્યાં ચક્ર બાહુબળીને કાંઈ પણ ઈજા કર્યા વિના ભારતના હાથમાં પાછું જઈને બેઠું, એટલે બાહુબળીની ભાવના ફરી. તેણે પોતાના બંધુને મારવાને વિચાર માંડી વાળ્યો, પણ ઉગામેલી મુઠ્ઠી પાછી મૂકવી તે પણ ઠીક નહિ, એમ ધારી પંચમુષ્ટિ લેચ કરી પિતે સાધુ બન્યા. હવે પિતાના પિતા આદીશ્વર પાસે જવાને વિચાર કર્યો, પણ ત્યાં પોતાના ૯૮ નાના ભાઈએ, જે પ્રથમ દીક્ષિત થયેલા છે, તેમને નમસ્કાર કરે પડશે, એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org