________________
૫૬
પવિત્રતાને પથે અભિમાનથી ત્યાં જવાને વિચાર માંડી વાળ્યો. તેમણે વનમાં રહી ઘણું ઉચ્ચ પ્રકારનું ધ્યાન કર્યું, પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં તેમનું અભિમાન નડયું. છેવટે તેમની બે બહેને– બ્રાહ્મી તથા સુંદરીએ બાહુબળીને કહ્યું કે “વીરા મોરા ગજથકી ઉતરે.” આ શબ્દો સાંભળતાં વિચાર સૂઝયો અને પોતે અભિમાનરૂપી હાથી પર ચઢ્યા છે તેનું તેમને ભાન થયું એટલે અભિમાનનો ત્યાગ કરી નાના ભાઈઓને વંદન કરવા માટે જ્યાં પ્રથમ પગલું ઉપાડે છે ત્યાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અભિમાનને પ્રભાવ કેટલે બધે છે? તે આ ઉપરથી આપણને સમજાય છે. હવે આ અભિમાન ત્યાગવાના કેટલાક ઉપાયે વિચારીએ. જ્યાં નમ્રતા આવે છે ત્યાં અભિમાન ચાલ્યું જાય છે. કહ્યું છે કે
લઘુતાસે પ્રભુતા મલે, પ્રભુતાસે પ્રભુ દૂર, કીડી હી મીસરી ચુગે, ગજ શિર ડારે ધૂળ.
માટે હદયમાં નમ્રભાવ રાખો અને જેની પાસેથી જ્ઞાન મેળવવું હોય તેને પૂરો વિનય કરે, કારણ કે વિનયથી ગુરુ પ્રસન્ન થાય છે અને તેમના હૃદયમાંથી જે જ્ઞાનપ્રવાહ વહે છે તે શિષ્યના હૃદયને ઉન્નત બનાવી દે છે. બીજાઓના ગુણને, જ્ઞાનને, શકિતને વિચાર કરે, એટલે તમારું અભિમાન ગળી જશે. વળી તમારી પિતાની નિર્બળતાઓને પણ જો તમે શાંત મનથી વિચાર કરશે તે તમને અભિમાન કરવાનું કારણ રહેશે નહિ. જે પોતાનું અજ્ઞાન જાણે છે તે જ મનુષ્ય જ્ઞાન મેળવવાને લાયક બને છે. જગતમાં જાણવા ગ્ય ઘણું છે, એ જે મનુષ્યને વિચાર આવે તો તે જરૂર નમ્ર થયા વિના રહે નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org