________________
માનવિરમણ
૫૧
વિજ્ઞાનશાસ્ત્રીએ કહ્યું છું કે “અમે અત્યાર સુધીમાં મેળવેલુ જ્ઞાન તે દરિયાકાંઠે પડેલા છીપ અને શંખલા જેવુ છે. હજી તેા આખા દિરયા શેાધખેાળ માટે પડેલા છે. ” પણ જે લેાકેને થાડું જ્ઞાન હોય છે તે વિશેષ ઉદ્ધૃત બને છે. અધૂરો ઘડા ઘણે! છલકાય તેવી આ સ્થિતિ છે.
આ અભિમાન થવાના શાસ્ત્રકારા આઠ પ્રકાર વણું વે છે. તેનાં નામ કુળ, જાતિ, ઐશ્વર્ય, રૂપ, તપ, બળ, વિદ્યા અને ધન છે. જો મનુષ્ય શાંત રીતે વિચાર કરે તે તેને જણાય કે' આ અભિમાન કરવાનાં કારણેા નથી. આપણે એક પછી એક આઠ મદના સ્થાનના વિચાર કરીએ.
ફુલમદ—કુળનું અભિમાન કરવાનું કાંઇ કારણ નથી, કારણ કે જગતમાં તમારા કરતાં પણ વિશેષ ઉત્તમ કુળવાળા જીવે છે. વળી જે કુળનું અભિમાન કરે છે તે ખીજા ભવમાં હુલકા કુળમાં જન્મે છે. પોતે અમુક ઉચ્ચ નીચ કુળામાં જન્મ લેતા લેતે આ કુળમાં આન્યા છે, તેા પછી તેને વાસ્તે અહંકાર શે કરવા ?
જાતિમદ—આ મનેા ખીજો પ્રકાર છે. જીવ હંમેશ એક જ જાતિમાં જન્મતે નથી. કમ પ્રમાણે વિવિધ જાતિમાં તેના જન્મ થાય છે. વળી પેાતાની જાતિ કરતાં પણ ખોજી અનેક ઉત્તમ જાતિએ આ જગતમાં વિદ્યમાન છે, તેા પછી જાતિમદ કરવાથી લાભ શા? જે મનુષ્ય બીજી જાતિઓને હલકી ગણી તેના તિરસ્કાર કરે છે, તે મનુષ્ય તેવી જ હલકી જાતિમાં જન્મે છે, અને આ રીતે કુદરત તેનું અભિમાન છેડાવી તેને નમ્રતાના પાઠ શીખવે છે. જે મનુષ્યમાં પેાતાનામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org