________________
પ્રકરણ ૭ મું.
માનવિરમણ. માન એ બીજે કષાય છે, માન અથવા અભિમાનથી મનુષ્ય પિતાને બીજાઓ કરતાં ઊંચે ગણે છે અને સઘળું જ્ઞાન, શક્તિ વગેરે પિતાનામાં આવી રહ્યું છે એમ માને છે. માનનું મૂળ ભેદભાવ છે. બીજાઓ કરતાં હું કાંઈ અલગ છું, બીજાઓ કરતાં મારામાં વિશેષ ઉત્તમ તત્ત્વો છે; એવા વિચારોથી હૃદયમાં જે વૃત્તિ જાગે તેને માનવૃત્તિ કહે છે. કવિ ભર્તુહરિ કહે છે તેમ –
यदा किंचिज्ज्ञोऽहं द्विप इव मदांधः समभवम् । तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः ।। यदा किंचिकिचिबुधजनसकाशादवगतम् । तदा मूर्योऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ॥१॥
મનુષ્યને જ્યારે અલ્પ જ્ઞાન થાય છે ત્યારે હું સર્વજ્ઞ છું એમ પિતાને માને છે, અને તે વખતે હસ્તીની માફક મદોન્મત્ત બને છે, પણ જ્યારે જ્ઞાની પુરુષના સંબંધમાં આવતા કાંઈક વિશેષ જ્ઞાન થાય છે ત્યારે પિતાની મૂર્ખતાનુંઅલપઝતાનું તેને ભાન થાય છે અને ત્યારે જેમ જવર ચાલ્યા જાય તેમ મદ પણ જતો રહે છે.
મનુષ્યને જ્યારે કાંઈક વિશેષ જ્ઞાન થાય છે ત્યારે જ પિતાની અજ્ઞાનદશાનું ભાન થાય છે. ન્યુટન જેવા પ્રસિદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org