________________
પવિત્રતાને પંથે (વસ્તુઓ પ્રત્યેની આસક્તિને) પરિગ્રહ કહેલ છે. જ્ઞાનાવમાં પણ કહ્યું છે કે – निःसंगोऽपि मुनिन स्यात्समूर्छः संगवर्जितः । यतो मृछैव तत्त्वज्ञैः, संगसूतिः प्रकीर्तिता ॥१॥
મુનિ નિઃસંગ હોય, પણ જે વસ્તુઓ પ્રત્યે તેને આસક્તિ હોય તે તે નિષ્પરિગ્રહી કહેવાય નહિ, કારણ કે તત્ત્વોએ મૂચ્છીને પરિગ્રહની ઉત્પત્તિનું સ્થાન માન્યું છે. એ મૂચ્છનું મોટું કારણ એ છે કે–આપણે અજ્ઞાનથી, જે વસ્તુઓ આપણ નથી તેને આપણે માનીએ છીએ. એ વસ્તુઓમાં રહેલા ત્રણ અવગુણે જે આપણે વિચારીએ તે તે વસ્તુઓ પ્રત્યેને મમત્વભાવ ઓછો થાય. તે વસ્તુઓ ક્ષણિક સુખ આપનારી છે, વળી તે દુઃખગર્ભિત છે અને ત્રીજો મોટો અવગુણ એ છે કે તે મળ્યા પછી તેના ઉપરથી મોહ ઉતરી જાય છે અને બીજી વસ્તુઓ મેળવવાની ઈચ્છા થાય છે. આ દોષ જગતના તમામ પદાર્થોમાં રહેલ છે. આ બાબતને વિચાર કરવામાં આવે તે આપણે વસ્તુઓ પાછળ ગાંડાની માફક નહિ ભમતાં જરા વિચારશીલ થઈએ.
મનુષ્ય વસ્તુઓની વચમાં રહેવા છતાં પણ નિરાસતિભાવ રાખી શકે એ બનવાજોગ છે; અને મહાન આત્માઓ તેમ કરી પણ શકે છે. પણ તે ઉપરથી સામાન્ય આત્માઓ એમ કહેવા લાગે કે અમને આ વસ્તુઓ પ્રત્યે નિરાસક્તિભાવ છે તે તે વિચારવા જેવી વાત છે. તે વસ્તુઓના વિશે અથવા વસ્તુઓને નાશ થતાં તેવું કહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org