________________
ક્રોધવિરમણ
indignation) કહે છે. આ ક્રોધ નુકશાન કરનાર પર થાય છે, તે કરતાં પણ એક એવી ઊંચી સ્થિતિ છે કે જ્યાં નુકશાન કરનાર અને નુકશાન ભોગવનાર બને દયાને પાત્ર છે, એમ સમજી સુજ્ઞ જીવ બનેને ઉદ્ધાર કરવા પ્રયત્ન કરે છે. નુકશાન ભોગવનાર નુકશાન ભેગવી કર્મથી છૂટો થાય છે, પણ નુકશાન કરનાર બીજાને ત્રાસ આપી નવું કર્મ ઉપાર્જન કરે છે, તે તેને ભવિષ્યમાં ભેગવવું પડે છે, માટે તે વિશેષ દયાને પાત્ર છે. આવી રીતે વિચાર કરીને નુકશાન કરનારને પણ સમજાવી તેને સીધે માગે લાવવા પ્રયત્ન કરે એગ્ય છે.
હવે આપણે ક્રોધ પર કેવી રીતે જય મેળવવો તેનો વિચાર કરીએ. ક્રોધ ઉપર જય મેળવવાનું ઉત્તમ સાધન ક્ષમા છે.
क्षमाखङ्गः करे यस्य, दुर्जनः किं करिष्यति । अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥
જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેને દુર્જન શું કરવાનો હતો ? ઘાસ વગરની જમીન પર જે અગ્નિ પડે તે પિતાની મેળે શાંત થઈ જાય છે.” વચનેમાં મીઠાશ અને વચનમાં કડવાશ રહેલી છે. આપણને ગમે તેટલે ક્રોધ ચડ્યો હોય પણ બેલતાં પહેલાં વિચાર કરવાની આપણને ટેવ હશે તો ક્રોધ કટુ શબ્દરૂપે પ્રકટ થશે નહિ, એટલે તેને જુસ્સો ઓછો થવા લાગશે. જ્યાં સુધી મનુષ્ય બીજાએ પિતાને કરેલા નુકસાનને જ વિચાર કરે છે ત્યાં સુધી તેને ક્રોધ કદાપિ શમશે નહિ. આપણું દુખમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org