________________
કોધવિરમણ
નારાઓને દુઃખ થાય છે કે કેમ? એ તેમના નિરાસક્તનિષ્પરિગ્રહી સ્વભાવની કસોટી છે, માટે સામાન્ય જીવે તે જેટલે પરિગ્રહ ઓછો કરે છે તેટલા પ્રમાણમાં સુખશાંતિ અને સ્થિરતા મેળવે છે અને પરિગ્રહ વધારતાં અનેક પ્રકારની ચિંતાઓ ભેગવી દુઃખી થાય છે.
છેવટે જે મનુષ્ય સર્વ ધન અને વૈભવની સામગ્રી વચ્ચે ખરું સુખ પ્રાપ્ત કરવું હોય તે તેણે વિચારવું કેઆ બધી વસ્તુઓને તે માલીક નથી પણ ટ્રસ્ટી છે. માલીકી જ સદા સર્વદા દુઃખનું કારણ છે, કારણ કે તેથી વિચારે તે વસ્તુઓ સાથે જડાઈ જાય છે પણ ટ્રસ્ટી તે બધી વસ્તુઓની વચ્ચે રહેવા છતાં શાંતિ અનુભવી શકે છે.
પ્રકરણ ૬ હું,
ક્રોધવિરમણ, આપણે પાંચ પાપસ્થાનકે વિચારી ગયા. અઢારે પાપસ્થાનકેમાં તે પાંચ મુખ્ય છે, અને બાકીના તેર તેને ટેકે આપનારાં સાધને છે. તે જાતે પણ પાપનાં સ્થાનકે છે, પણ તે મોટે ભાગે પ્રથમના પાંચ રૂપમાં પ્રકટ થાય છે.
હવે આપણે ક્રોધને વિચાર કરીએ. આત્માને મુક્તિ તરફ જતાં રોકનારા જે કારણે છે તેમાં ચાર કષાય મુખ્ય છે. તે ચાર કષાયમાં એટલું બધું પ્રાબલ્ય છે કે ઉપદેશતરંગિણી નામના ગ્રન્થમાં લખ્યું છે કે આ કષાયથી મુક્ત થવું તેનું જ નામ મુક્તિ. ત્યાં લખ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org