________________
૩૮.
પવિત્રતાને પથે
સૂચવ્યું. તે બગીચામાં જઈ તે વિચાર કરવા લાગ્યું. રાજાએ મને જે જોઈએ તે આપવાનું કહ્યું છે તે બે માસાથી તે શું થાય? પાંચ મહેર માગું, પણ પાંચ તો થેડા સમયમાં ખપી જાય માટે પચીશ મારું. પણ તેથી કાંઈ આખું વર્ષ ચાલે નહિ માટે સો માગું, હજાર માગું, લાખ માણું.” એમ વિચારતરંગે તે ચડે. પછી અધું રાજ્ય માગવાની વૃત્તિ જાગી. પણ વળી વિચાર કરતાં તે પાછો ફર્યો. પિતાની તૃષ્ણાને ઘટાડવા લાગે અને છેવટે તે માગ ઓછી ઓછી કરતાં બે માસા સોનું પ્રથમની માગણે માફક લેવા વિચાર્યું. છેવટે તેણે વિચાર કર્યો કે “ હવે બે માસા સેનાનું પણ કામ નથી. સુખ સંતોષમાં જ છે. વિદ્યા લેતાં વિષયમાં પડયો અને વિષયની તૃષ્ણામાં તણાતાં આ સ્થિતિ થઈ માટે સંતોષ રાખવે એ જ ખરા સુખનું કારણ છે” આમ વિચાર કરતાં તેની તૃષ્ણ સમાઈ ગઈ અને તે ત્યાગી બની ગયે.
માટે તૃષ્ણાને અંત નથી. તેથી જે પરિગ્રહ એ તૃષ્ણાનું અને તેને અંગે ઉપજતા અનેક અનર્થોનું કારણ હોય તે તેને ત્યાગ કરવા અથવા તે ઓછો કરવા શું કરવું? એ પ્રશ્ન ઊભું થાય છે. તેને વાસ્તુ શાસ્ત્રકારોએ માર્ગ બતાવ્યું છે કે પરિગ્રહનું પરિમાણ કરવું. મનુષ્યને વસ્તુઓની પ્રાપ્તિ થયા પછી તેનું પરિમાણ કરવાનું કામ કઠણ લાગે છે, માટે જે સમયે આપણી પાસે વસ્તુઓ ન હોય, ઓછી હોય તે સમયે શાંત પળેમાં આપણું મન સાથે નિશ્ચય કરે અને પછી ગમે તેવી લાલચ આવે અને ગમે તેવાં પ્રલોભને પેદા થાય, છતાં પિતાના નિયમોથી ચલિત ન થવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org