________________
પવિત્રતાને પંથે
આ લેકની મુંજ રાજા પર ભારે અસર થઈ. આપણે પણ આ દષ્ટાંત પરથી સાર એ લેવાને છે કે-આ બધી વસ્તુઓમાંથી એક પણ વસ્તુ આપણી સાથે આવવાની નથી, તો તેને ખાતર આપણે અનેક પ્રકારનાં સાચજૂઠાં કામે કરતાં અટકવું જોઈએ—ન કરવા જોઈએ. - તૃષ્ણાને જેટલી વધારીએ તેટલી વધે છે. મનુષ્ય પોતાની જરૂરીઆત જેટલી વધારે તેટલી વધે છે. જગતમાં અમુક વસ્તુ વિના ન જ ચાલે એમ નથી. મનુષ્યને જરૂરનાં સાધન વસ્ત્ર અને અન્ન બે જ છે.
કેઈ બાર મહિને સો રૂપીઆથી સંતોષ પામે છે. બીજા મનુષ્યને દશ હજાર રૂપીઆ પણ ઓછા પડે છે કારણ કે તેણે પિતાની જરૂરીઆતે એટલી બધી વધારી દીધી હોય છે કે અમુક વસ્તુઓ વિના તેને ચાલે જ નહિ. તૃષ્ણા કેવી રીતે વધે છે, તેના સંબંધમાં એક કાવ્ય નીચે પ્રમાણે છે
હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતા અને મળી મંત્રિતાઇ ત્યારે તાકી પતાઈને મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને દીઠી દેવતાઇ ત્યારે તાકી શંકરાઈને અહે! રાયચંદ્રમાને માને શંકરાઇ મળી વધે તૂશનાઈ તેય જાય ન મરાઈને તૃષ્ણાને કોઈ દિવસ અંત આવતો નથી. તેના ઉપર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org