________________
પરિગ્રહવિરમણ એક દષ્ટાંત આપણે વિચારીશું અને પછી તૃષ્ણા ઓછી કરવાને કયા સાધનને ઉપયોગ કરવો તે પર લક્ષ દઈશું.
કૌશામ્બીમાં કાશ્યપ નામને પુરહિત રહેતા હતા. તે મરણ પામે ત્યારે તેને પુત્ર કપિલ ભણેલે નહિ હોવાથી તેનું સ્થાન બીજા કોઈ બીજા વિદ્વાનને મળ્યું. કપિલની માતાએ તેના પુત્રને સમજાવ્યે અને શ્રાવસ્તિ નગરીમાં તેના પિતાના એક મિત્ર પાસે ભણવા જવા સૂચના કરી. કપિલ પાસે કાંઈ પણ સાધન ન હતું, માટે તેના પિતાને મિત્ર તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયો અને તે ગૃહસ્થ અનુકંપાથી કપિલને ભેજન મળે, એવી ગોઠવણ એક વિધવા બ્રાહાણીને
ત્યાં કરી દીધી. કપિલ યુવાન હતો અને તે વિધવા બાઈ પણ યુવાન હતી. પરસ્પર સંબંધ વધે અને પછી તે કપિલ વિધવા બાઈથી લેભા. વિદ્યા પ્રાપ્ત કરવાનું ભૂલી ગયે. તે વિધવા બાઈ સગર્ભા થતાં તેણે તેની પાસે ધનની માગણી કરી અને જણાવ્યું કે-આ ગામના રાજાને એવો નિયમ છે કે સવારના પહોરમાં જે તેને પ્રથમ આશીર્વાદ આપે તેને બે માસા સેનું તે આપે છે. આ ઉપરથી તે માર્ગ લેવા તેણે નિશ્ચય કર્યો. તે ચોકમાં સૂઈ રહ્યો. અર્ધ રાત્રિએ ચંદ્રોદય થતાં પ્રભાત થયેલ જાણે તે ઉઠ અને ઉતાવળે ઉતાવળ ચાલવા લાગ્યો. પિોલિસે તેને ચાર જાણું પકડ અને સવારમાં રાજા પાસે રજૂ કર્યો. રાજાએ તેની વાત સાંભળી, તેની ભદ્ધિકતા વિચારી તેના પર દયા કરવાના હેતુથી કહ્યું કે તારે જે માગવું હોય તે માગ. તેને તરતમાં કોઈ પણ વિચાર સૂઝ નહિ તેથી રાજાએ તેને પાસેના બગીચામાં જઈ વિચાર કરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org