________________
પરિગ્રહવિરમણ થઈ શકે છે તેમ ધનથી અભિમાન વધે છે, ધન મળતાં અનેક પ્રકારના વિષયસુખના સાધનોનો ઉપભેગ કરવાની ઈચ્છા થાય છે, ધનવાન બીજાઓ પર ત્રાસ ગુજારે છે અને કેટલાંક ન કરવા ચગ્ય કામો કરવા માટે પણ દોરાય છે. લક્ષ્મી આવી રીતે અનર્થો ઉપજાવવાનું પણ સાધન હોવાથી શાસ્ત્રકારોએ તેની નિંદા કરી છે. વળી ધન પેદા કરવા જતાં મનુષ્ય ગમે તેવાં ઘર અને અનીતિમય કાર્યો કરવાને અચકાતા નથી. ઘનને ખાતર મિત્રો-મિત્રોમાં કલેશ જન્મ છે, ભાઈઓ-ભાઈઓ વચ્ચે કુસંપ થાય છે અને મનુષ્યનાં ખન પણ થાય છે. રાજ્યભથી મુંજરાજા પોતાના ભત્રીજા ભેજને વધ કરાવવા તૈયાર થયે હતો. તેને મારી નાખવા મોકલેલા મારાઓને દયા આવી અને તેઓએ તેમને જીવતો છેડી મૂક્યા. તે વખતે મુંજરાજાને આપવા માટે ભેજરાજાએ એક લેક લખીને કર્યો હતો કે –
मांधाता च महीपतिः कृतयुगेऽलंकारभूतो गतः । सेतुर्यन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः ॥ अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भूपते! । नैकेनापि समं गता वसुमती नूनं त्वया यास्यति ॥१॥
કૃતયુગમાં અલંકારભૂત માંધાતા ગ્રુપતિ પણ ગયે, જેણે મોટા સમુદ્ર પર પૂલ બાંધ્યા એવા રાવણને નાશ કરનાર રામચંદ્રજી પણ કયાં છે ? યુધિષ્ઠિર પ્રમુખ સારા સારા બીજા રાજાઓ પણ કાળને શરણ થયા છે, કેઈની સાથે આ પૃથ્વી ગઈ નથી, પણ હે મુંજ ! જરૂર તારી સાથે તે આવશે !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org