________________
પરિગ્રહવિરમણ
પ્રકરણ ૫ મું.
પરિગ્રહવિરમણ.
રિગ્રહ એ પાંચમું પાપસ્થાનક છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. વરિ એટલે ચારે બાજુએથી અને પ્રદ એટલે પકડાવું. જેનાથી આપણે ચારે બાજુએથી પકડાઈએ તે પરિગ્રહ. આપણે સમજીએ છીએ કે અમુક વસ્તુના આપણે માલીક છીએ, પણ આ માલીકી મેળવવા જતાં તે વસ્તુઓ આપણું માલીક બને છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં ચાર વ્રત હતાં, તે સમયે શું પરિગ્રહવિરમણ વ્રત હતું પણ તેમાં હાલનું ચોથું વ્રત સમાઈ જતું હતું કારણ કે પરિગ્રહને અર્થ સ્ત્રી પણ થાય છે અને પરિગ્રહમાં રૂપું, સોનું, મીલ્કત, નોકર-ચાકર, ખેતર વગેરે આવી જાય છે માટે ચેથા વ્રતમાં ચોથા અને પાંચમા સમાવેશ થતો હતે પણ આગળ જતાં કે ઓછી બુદ્ધિના થશે, એમ ધારી મહાવીર પ્રભુએ બ્રહ્મચર્યને ચોથું વ્રત કર્યું અને સ્ત્રી સિવાયની બીજી વસ્તુઓને પરિગ્રહરૂપ ગણી તેને પાંચમું વ્રત ગયું.
હવે કયી વસ્તુઓને પરિગ્રહમાં સમાવેશ થાય છે. તે આપણે તપાસીએ. તે પરિગ્રહ નવ પ્રકારના છે, એમ શાસ્ત્રોમાં કહેલું છે.
(૧) હીરા, માણેક, મોતી, નીલમ, પ્રવાળ વગેરે સર્વ - ધન તથા રૂપાના કે સોનાના સીકકા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org