________________
મૈથુનવિરમણ વિકારજનક ખોરાક પણ તેટલે જ ત્યાગ કરવા લાગ્યા છે. તેની સાથે શરીરને અને મનને ઉશ્કેરી મૂકે તે મરીમસાલા અને તેજાનાવાળો ખોરાક પણ લેવો નહિ. સાંજે પણ વિશેષ ન ખાવું. આ સંબંધમાં બુદ્ધધર્મમાં એ નિયમ હતા કે સાધુઓએ દિવસમાં એક જ વાર બપોરે ખાવું.
આ વિષયવૃત્તિને સંયમમાં રાખવાને એક ઉત્તમ સાધન એ છે કે મનુષ્ય કસરત કરી શરીરને કસવું. વિદ્યાથીઓ જે સમયે યુવાવસ્થામાં આવે છે ત્યારે તેમનામાં ઉત્પાદક શક્તિ ખીલવા માંડે છે અને જે કસરત, રમત વગેરે દ્વારા પિતાની શક્તિઓ પ્રકટ કરે છે, તો તેઓને વિષયવૃત્તિ પર જય મેળવવાનું કામ ઘણું સરલ બને છે. જ્યારે મનુષ્યનું મન મરદાનગીભરી રમતમાં લાગેલું હોય છે ત્યારે અગ્ય વિચારે વિચારવાને તેને સમય મળતો નથી, કારણ કે જ્યાં આળસ્ય હોય ત્યાં જ અશુભ વિચાર સ્થાન મેળવે છે. જેમ આળસુ હાથ કાંઈ નુકશાન કરે છે તેમ આળસુ મગજ પણ અગ્ય ભાવનાઓમાં પિતાની શક્તિઓનો વ્યય કરે છે.
વળી હલકા વિચાર અથવા વૃત્તિવાળા મનુષ્યની સોબતથી જિતેંદ્રિય થવા ઈચ્છનારે દૂર રહેવું. મિત્રો વિના ચલાવી લેવું તે બહેતર છે, પણ જેમની વાતચિત અને ભાવનાઓ વિષયવાસના તરફ પ્રેરતી હોય તેમની સબત તો ન જ કરવી. આ વાતે જ શાસ્ત્રમાં સત્સંગને પ્રધાનપદ આપવામાં આવ્યું છે. કેઈ સારો મિત્ર ન મળે તો પુસ્તકનો આશ્રય લે. જગતમાં સારાં પુસ્તકની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org