________________
૩૨
પવિત્રતાને પથે
સંખ્યા કાંઈ ઓછી નથી. વળી હલકા પ્રકારના નાટકોથી પણ દૂર રહેવું એ પણ આ કામ વાંતે એટલું જ જરૂરનું છે; કારણ કે ઉપર ભાર દઈને જણાવવામાં આવ્યું છે તેમ બધાં હલકાં કૃત્યને પિતા તેને વિચાર છે.
જે લેકે આ બાબતમાં નીતિનિયમોનું ઉલ્લંઘન કરે છે તેઓ જ્યાં ત્યાં અપમાન પામે છે, કઈ તેમના પર વિશ્વાસ રાખતું નથી. તેવાં મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના રોગો ઉભવે છે. પરસ્ત્રીગમનથી પોતાના પ્રાણ નાશ થવાને સંદેહ રહે છે, બીજાઓ સાથે મોટું વેર બંધાય છે, કોઈ વાર કેદમાં જવું પડે છે, અને જગતમાં જે અપમાન થાય છે તે તો જિંદગીભર તેને આગળ આવવા દેતું નથી. જેમ પરસ્ત્રીને ત્યાગ તેમ વેશ્યાગમન કે વિધવા વગેરેને પણ ત્યાગ કરે જ જોઈએ. શાસ્ત્રો કહે છે કે-જે પુરુષો અન્ય સ્ત્રીમાં આસક્ત રહે છે, અથવા જે સ્ત્રીઓ અન્ય પુરુષમાં આસક્ત રહે છે તે અનેક ભવમાં નપુંસકપણું, વિધવાપણું અને દુર્ભાગ્ય પણું પ્રાપ્ત કરે છે અને જેઓ બ્રહ્મચર્ય કે શીલવ્રત પાળે છે તેવા પુરુષો કે સ્ત્રીઓ લાંબું આયુષ્ય, મનુષ્યપણું, દેવપણું પામે છે અને તે સાથે મજબૂત શરીર, અખંડ ભાગ્યપણું, પ્રબળ વિર્ય અને સામર્થ્ય પ્રાપ્ત કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org